<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

જી.એસ.ટી.માં ઘટાડાથી અર્થતંત્રને નવુ જોમ મળશેઃ ગ્રેટર ચેમ્‍બર

 

રાજકોટ તા.૫: અત્રેથી ભારત સરકારના અલગ અલગ ક્ષેત્રમાં જી.એસ.ટી.માં કરવામાં આવેલ ઘટાડાને ગ્રેટર રાજકોટ ચેમ્‍બરે આવકાર દાયક પગલુ ગણાવ્‍યું છે.  સમીક્ષા કરતા જણાવ્‍યું છે કે જુદા જુદા સેકટરો જેવા કે મેડીકલ, કૃષી, એજયુકેશન, ઓટોમોબાઇલ, સ્‍વાસ્‍થ્‍ય વિમો, ઇલેકટ્રોનીકસ, ખાદ્યપદાર્થો તથા રોજબરોજની ઉપયોગમાં લેવાતી ચીજવસ્‍તુ ઓના જી.એસ.ટી.દરમાં સરકાર દ્વારા ઘણો જ ઘટાડો કરીને સામાન્‍ય જનતાના દિલ જીતી લીધા છે. વેપાર ઉધોગોએ પણ આ જી.એસ.ટી.ના દરના ઘટાડાને ફુલડેથી વધાવેલ છે.

ખાસ કરીને જયારે હાલના સંજોગોમાં વૈશ્વીક અનિヘીતતા અને યુધ્‍ધના ભયનો ઓથાર છે અને યુ.એસ.એ.ની ટેરીફની નિતી પણ ઘણી મરણતોલ પુરવાર થવા જઇ રહી છે. ત્‍યારે જી.એસ.ટી.ના દરમાં ઘટાડો સમગ્ર દેશના અર્થતંત્રને એક નવુ જ જોમ પુરૂ પડાશે. તેમ ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન ધનસુખભાઇ વોરા તથા પ્રમુખ રાજીવભાઇ દોશીએ જણાવ્‍યું છે.

(4:01 PM IST)