News of Friday, 5th September 2025
બીબીએની છાત્રાને પરાણે પ્રેમ સંબંધ રાખવાનું કહી નીરવ ધામેચાએ મારમારી ધમકી દીધી
અગાઉ સાથે અભ્યાસ કરતો હોઇ ઓળખાણ હતીઃ કોલેજે આવી ધમાલ મચાવવાની ધમકી ભર્યા મેસેજ કરતા છાત્રાએ અગાઉ ફીનાઇલ પણ પીધું'તું: તાલુકા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. પઃ રાજકોટમાં રહેતી બીબીએની છાત્રાને પરાણે પ્રેમ સંબંધ રાખવા માટે ઉમીયા ચોક પાસે રહેતા શખ્સે રૂબરૂ અને ફોનમાં ધમકી ભર્યા મેસેજ કરી માર મારતા છાત્રાએ તાલુકા પોલીસમાં ફરિયાદ કરી છે.
મળતી વિગત મુજબ રાજકોટમાં રહેતી બીબીએની છાત્રાએ તાલુકા પોલીસ મથકમાં ઉમીયા ચોક પાસે રહેતો નીરવ ધામેચા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. છાત્રાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ધોરણ ૧૧માં અભ્યાસ કરતી હતી ત્યારે નીરવ ધામેચા મારી સાથે ભણતો હોઇ, ત્યારે મારે તેની સાથે ઓળખાળ થઇ હતી બાદ કોલેજમાં હું બીબીએનો અભ્યાસ કરતી હતી ત્યારે પણ નીરવ કોલેજમાં સાથે હતો. મેં અભ્યાસ પુર્ણ કર્યા બાદ મેં તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. સંબંધ તોડી નાખતા નીરવ મને ફોનમાં અને રૂબરૂ મળવા બોલાવી પરાણે પ્રેમ સંબંધ રાખવા માટે ધમકીઓ આપી ઝઘડો કરી માર મારતો હતો. થોડા સમય પહેલા મેં એમબીએનો અભ્યાસ શરૂ કર્યો છે. નિરવ અવારનવાર ફોન કરીને તથા મેસેજ કરી અને રૂબરૂ મળી મને લગ્ન કરવા માટે દબાણ કરતા મેં તેને ના પાડતા નિરવે મારી સાથે ઝઘડો કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેના આ ત્રાસથી કંટાળી મેં તેનો ફોન નંબર બ્લોક કરી નાખ્યો હતો. છતાં પણ નિરવે તેના મિત્રના મોબાઇલમાંથી મને ફોન કરી ‘‘મળવા આવ જો નહીં આવે તો તારી કોલેજે આવી ધમાલ મચાવીશ'' તેમ ધમકી આપતા કંટાળી જઇ મેં ફીનાઇલ પી લીધું હતું. આ ત્રાસથી કંટાળી મેં તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. ભોજભાઇ મોભએ તપાસ હાથ ધરી છે.
(3:29 PM IST)










