તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th September 2025
ઘરફોડ ચોરીના ગુનામાં રર વર્ષથી ફરાર રાજુ ડાભીને ગોંડલથી ઝડપી લેતી પોલીસ
પેરલ ફરલો સ્કવોડના પી.એસ.આઇ. જે.જી.તેરૈયા તથા સ્ટાફની કામગીરીઃ ચોરીમાં સાઢુ અરજણ બગદરીયા પણ સામેલ

રાજકોટઃ તા.પ, ભકિતનગર પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં રર વર્ષથી ફરાર શખ્સને પેરોલ ફરતો સ્કવોર્ડે ગોંડલથી ઝડપણી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમા઼ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી બ્રીજેશગ્ન ની સુચનાથી પેરોલ ફરલો સ્કવોડના પી.અસે.આઇ. જે. જી. તેરૈયા સ્ટાફ સાથે આરોપીની શોધમાં હતો. ત્યારે ભકિતનગર પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા રર વર્ષથી ફરાર શખ્સ ગોંડલમાં હોવાની બાતમી મળતા ઘરફોડ ચોરીમાં સામેલ આરોપી રાજુ જીવરાજભાઇ ઉર્ફે જીવાભાઇ ડાભી (ઉ.વ.૬પ) (રહે. મૂળ મવડી શ્રીનાથજી સોસાયટી હાલ ભગવતપરા હરભોલે સોસાયટી ગોંડલ) ને પકડી લીધો હતો. પોલીસની પુછપરછમાં ઘરફોડ ચોરીના ગુનામાં રાજુ સાથે પોરબંદરમા઼ રહેતો તેનોસાઢુ અરજણ દેવાભાઇ બગદરીયા પણ સામે હોવાનું જાણવા મળ્યુ છે. આ કામગીરી પી.આઇ. ભાર્ગવસિંહ એમ. ઝણકાટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.જી.તરૈયા એ.એસ.આઇ. રાજદિપસિંહ ગોહિલ, હેઙ કોન્સ. જયેશભાઇ ચોસલા,નરેન્દ્રભાઇ ગઢવી દ્વારા કરવામાં આવી હતી. (૩પ-૧૭)
(3:32 PM IST)










