<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

મનપા દ્વારા ગણેશ વિસર્જન માટે ૬ સ્‍થળો જાહેર

સુચવેલા સ્‍થળ સિવાય અન્‍ય નદી, તળાવ અને ડેમ જેવા અજાણ્‍યા પાણીમા ગણેશ વિસર્જન ન કરવા જનતાને અનુરોધ

રાજકોટ, તા. પઃ શહેર પોલીસ કમિશનર દ્વારા ગણેશ વિસર્જન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જેમા નકકી કરાયેલ સ્‍થળોએ જ વિસર્જન કરવાનું જણાવેલ છે. જે સ્‍થળોએ લોકોની સલામતી જળવાઇ રહે તે હેતુથી મહાનગરપાલિકાની ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસીઝ શાખા દ્વારા બંદોબસ્‍ત રાખવામાં આવેલ છે.

મનપા દ્વારા ગણેશ વિસર્જન માટે જાહેર કરાયેલ સ્‍થળોમાં આજી ડેમ ઓવરફલો પાસે ખાણ નં. ૧, આજી ડેમ ઓવરફલો પાસે ખાણ નં. ૨, આજી ડેમ ઓવરફલો ચેક ડેમ, પાળ ગામ, જખરા પીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ, ન્‍યારાના પાટીયા પાસે, ન્‍યારા રોડ, ખાણમા, જામનગર રોડ તથા બાલાજી વેફર્સની સામે, વાગુદળ પાટીયા પછીના પુલ નીચે, કાલાવડ રોડ છે.

જાહેરહીત સલામતી અને સુરક્ષાના ભાગરૂપે અન્‍ય નદી, તળાવ અને ડેમ જેવા-અજાણ્‍યા પાણીમાં ગણેશ વિસર્જન ન કરવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્‍યો છે.

(4:02 PM IST)