તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th September 2025
બરસો રે મેઘા...રાજકોટમાં ત્રણ કલાકમાં સવા ઈંચ
સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધી વરસાદનું જોર રહ્યા બાદ બપોરે દોઢેક વાગ્યા સુધી ઝરમર ચાલુ રહ્યો : સેન્ટ્રન ઝોનમાં ૩૩ મી.મી., વેસ્ટ ઝોનમાં ૩૮ મી.મી., ઈસ્ટઝોનમાં ૩૭ મી.મી. નોંધાયોઃ મોસમનો કુલ ૩૦ ઈંચ

રાજકોટ શહેરમાં મેઘરાજાના ધામાઃ રાજમાર્ગો ઉપર પાણી ભરાયાઃ રાજકોટઃ શહેરમાં આજે સવારથી વરસાદ ચાલુ છે. સવારે ૯ વાગ્યાથી વરસાદનું જાર વધું હતું. ૧૧ વાગ્યા બાદ જાર ઘટી ગયું હતું. ધીમીધારે સતત ચાલુ છે. રાજમાર્ગો ઉપર પાણી ફરી ગયેલા જાવા મળે છે. વરસતા વરસાદની વચ્ચે લોકો ચા ની ચુસ્કી મારતા પણ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટઃ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. અમુક સ્થળોએ તો દેધનાધન વરસી ગયો છે. ચોમેર પાણી-પાણી થઈ ગયું છે. દરમિયાન રાજકોટ શહેરમાં પણ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જેવા મળે છે તો આજે સવારથી મેઘરાજાએ જમાવટ કરી દીધી હતી.
રાજકોટ શહેરમાં ગત ગુરૂવારે સાંજના એકાએક વરસાદ તૂટી પડયો હતો. એક ઈંચ પાણી પડી ગયું હતું. તો ગઈકાલે આખો દિવસ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. એવું લાગતુ હતું કે જોરદાર વરસી જશે પરંતુ એવું બન્યું ન હતું.
દરમિયાન આજે વ્હેલી સવારે ઝાપટુ વરસી ગયા બાદ અંદાજે નવેક વાગ્યાની આસપાસથી વરસાદ ચાલુ થઈ ગયો હતો. આકાશમાં ઘનઘોર વાદળો છવાઈ ગયા હતા. વરસાદ એકરસ બની ગયો છે. સવારે ૯ વાગ્યાથી શરૂ થયેલ વરસાદનું જોર ૧૧ વાગ્યા સુધી રહ્યા બાદ ઘટી ગયું હતું. બાદમાં અંદાજે દોઢ વાગ્યા સુધી ઝરમર ચાલુ રહ્યો હતો.
વરસાદી મહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજમાર્ગો ઉપર પાણી ભરાઈ ગયા છે. લોકો રેઈનકોટ અને છત્રી સાથે જ જોવા મળ્યા હતા.
દરમિયાન હવામાન તંત્ર દ્વારા આજથી બે દિવસ રાજ્યમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના ફલ્ડકંટ્રોલરૂમમાં નોંધાયેલ આંકડા મુજબ સેન્ટ્રલ ઝોનમાં ૩૩ મી.મી., વેસ્ટઝોનમાં ૩૮ મી.મી., ઈસ્ટઝોનમાં ૩૭ મી.મી. નોંધાયો છે. જ્યારે મોસમનો કુલ ૩૦ ઈંચ થયો છે. આ લખાય છે ત્યારે બપોરે ૨:૩૦ વાગ્યે મેઘરાજા થંભી ગયા છે.(૪૦.૨૮)
(3:13 PM IST)










