<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

કુવાડવાના ખેરડીમાં રમેશભાઇ પર બે દિકરા બળવંત અને દિલીપનો પથ્‍થરમારો

બોલેરો લીધો હોઇ તેના હપ્‍તા રમેશભાઇ ભરે છે, છતાં દિકરાઓએ તેમાં ભાગ માંગી ડખ્‍ખો કર્યોઃ આધેડને સારવાર માટે રાજકોટ દાખલ કરવામાં આવ્‍યા

રાજકોટ તા. ૬: કુવાડવાના ખેરડી ગામે રહી ખેત મજૂરી કરતાં આધેડ પર તેના બે દિકરાએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી પથ્‍થરમારો કરતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા છે.જાણવા મળ્‍યા મુજબ ખેરડી કનુભાઇ લીંબાસીયાની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ દાહોદના રમેશભાઇ શબુરભાઇ પરમાર (ઉ.વ.૪૫) પર સાંજે આઠેક વાગ્‍યે વાંકાનેરથી આવેલા તેના બે દિકરા બળવંત અને દિલીપે હુમલો કરી મારકુટ કરી પથ્‍થરમારો કરી ઇજા પહોંચાડતાં લોહીલુહાણ  થઇ ગયા હતાં. દેકારો થતાં આસપાસની વાડીમાંથી બીજા લોકો આવી જતાં આ બંને ભાગી ગયા હતાં. રમેશભાઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. રમેશભાઇએ જણાવ્‍યું હતું કે હું પત્‍નિ સાથે વાડીમાં રહી મજુરી કરુ છું. ફેરા કરવા માટે મેં લોનથી બોલેરો લીધી છે અને તેના હપ્‍તા હું ભરુ છું. બંને દિકરાએ આવી આ બોલેરોમાં ભાગ માંગતા તેને ના પાડતાં ઝઘડો કરી હુમલો કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:46 PM IST)