<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

માથાકુટ ચાલતી હોઇ તમંચો લઇ ફરતાં કેતન ગોહેલને એસઓજીએ પકડયો

ચાર જીવતા કાર્ટીસ પણ મળ્‍યાઃ પીઆઇ એસ. એમ. જાડેજાની ટીમની આજી નદી કાંઠે કાર્યવાહીઃ કિશોરભાઇ ઘૂઘલ અને અમિતભાઇ ટુંડીયાની બાતમી

રાજકોટ તા. ૬: શહેર એસોજીની ટીમે ગેરકાયદેસર હથિયાર અને ચાર જીવતા કારટીસ સાથે એક શખ્‍સને ઝડપી લીધો છે. શહેર વિસ્‍તારમાં ઇદ તથા ગણેશ વિસર્જનના તહેવાર અનુસંધાને રાજકોટ શહેર વિસ્‍તારમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે આ કામગીરી કરવામાં આવી હતી.

 ટીમ ખાસ બંદોબસ્‍તમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. અમિતકુમાર ટુંડિયા તથા કોન્‍સ. કિશોરભાઇ ઘૂઘલને મળેલી માહિતી પરથી  શહેરના ૮૦ ફુટ રોડ સત્‍યમ પાર્કની પાછળના ભાગે આજી નદીના કાઠે અવાવરૂ જગ્‍યા ખાતેથી ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો  તથા ૪ જીવતા કાર્ટીસ સાથે  કેતન રમેશભાઇ ગોહેલ (ઉ.વ.૩૫ ધંધો-છુટક મજુરી રહે. ભવાનીનગર મેઇન રોડ આજી નદી કાઠે રામનાથપરા)ને પકડી લીધો છે.

શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા તથા  ડીસીપી ક્રાઇમ બ્રાન્‍ચ જગદીશ બાંગરવા તથા એસીપી ક્રાઇમ ભરત બી.બસીયાની સુચના અંતર્ગત  પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીએસઆઇ એસ. બી. ઘાસુરા તથા  હેડકોન્‍સ અમિતકુમાર ટુંડીયા તથા કોન્‍સ. કિશોરભાઇ ઘુઘલ અને રવિરાજભાઇ ધગલે આ કામગીરી કરી હતી. આ શખ્‍સ અગાઉ બી-ડિવીઝનમાં પણ એક ગુનામાં પકડાયો હતો. પોતાને માથાકુટ ચાલતી હોઇ જેથી તમંચો સાથે રાખ્‍યાનું રટણ કર્યુ હતું. ક્‍યાંથી લીધો? તે સહિતની વિગતો જાણવા રિમાન્‍ડની તજવીજ થઇ રહી છે.

(2:39 PM IST)