News of Saturday, 6th September 2025
રાત્રે ગુજરાતી રેપ સોગની ધૂમ: ધનજીકુમાર રાજકોટીયનોને ડોલાવશે
‘મહાસંગ્રામ મહોત્સવ’ શીર્ષકથી સાઇઝ ઝીરો રૂફટોપ લોન્જ ખાતે દમદાર કાર્યક્રમ: હીપહોપ મ્યુઝિક સાથે રેપ સોગ મસ્ત માહોલ સર્જશે: રાજકોટમાં પ્રથમ પ્રયોગ

રાજકોટ તા. ૬: હીપહોપ મ્યુઝીકના સથવારે રાજકોટવાસીઅોને ગુજરાતી રેપ સોîગમાં ઝુમાવવા અમદાવાદના સુપ્રસિધ્ધ આર્ટીસ્ટ ધનજીકુમાર અને તેમની ટીમ આવી પહોîચી છે.
‘અકિલા’ ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે આજે તા. ૬ ના રાત્રે ૮ વાગ્યે સાઇઝ ઝીરો રૂફટોપ લોન્જ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે ‘મહાસંગ્રામ મહોત્સવ’ શીર્ષકતળે મદમસ્ત ગુજરાતી રેપ સોîગનું આયોજન કરવામાં આવ્યુ છે. લોકોઍ પણ આ કાર્યક્રમને વધાવી લીધો હોય તેમ મોટાભાગની ટીકીટોનું વેચાણ થઇ ચુકયુ છે.
કઇક અલગ જ કહી શકાય તેવા ગુજરાતી રેપ સોîગની પ્રસ્તુતી કરવા આવેલ ધનજીકુમાર સાથે સપોટ`ગમાં અમદાવાદના જ સ્નેપીકાલ અને શેતાન તેમજ બરોડાના ભદ્રંકર પણ લાઇવ સોîગની જમાવટ કરશે.
ગુજરાતી ફિલ્મો જે રીતે અપડેટ થયા તે રીતે હવે ગુજરાતી ગીતોમાં પણ નવો ટ્રેન્ડ શરૂ થવા જઇ રહ્ના છે. જેમાં હીપ હોપ મ્યુઝીક સાથે રેપ સોîગનો આવો મદમસ્ત કાર્યક્રમ રાજકોટમાં પ્રથમ વાર થવા જઇ રહ્ના છે.
થલતેજ પબ્લીસીંગ નામે મ્યુઝીક કંપની ચલાવતા ધનજીકુમારનો ગયા મહીને જ ઍક આલ્બમ ‘ડ્રાઇવીન સીનેમા ૨.૧’ બહાર પડેલ છે. તેના પ્રચાર પ્રસાર અર્થે તેઅો હવે દેશભરના પ્રવાસે નિકળ્યા છે.
આ પહેલા ગયા અઠવાડીયે જ બરોડામાં આવો રેપ સોîગનો કાર્યક્રમ આપ્યા બાદ હવે રાજકોટમાં આયોજન કરાયુ છે. બાદમાં ૧૩ સપ્ટેમ્બરે સુરત અને ત્યાર બાદ બરોડામાં પણ આવાજ કાર્યક્રમનું આયોજન થયુ છે.
મુળ ભાવનગરના અને હાલ અમદાવાદ સ્થાયી થયેલા ધનજીકુમારે જણાવ્યુ હતુ કે ગુજરાતી સોîગને નવી આઇડેન્ટીટી આપવાનો આ ઍક પ્રયાસ છે. આમ તો હું ૨૦૧૯થી મ્યુઝીક ક્ષેત્રે છુ. ૨૦૨૧થી ગુજરાતી હીપહોપ કલ્ચરને મે આત્મસાત કર્યુ અને આ રીતે ગુજરાતી રેપ સોîગ લોકો સુધી પહોîચતા કરવા મે મારા પ્રયાસો આદર્યા છે. લોકો ખુબ ખુશીથી આ સોîગને વધાવી રહ્ના છે. આજે રાજકોટવાસીઅોને પણ મોડે સુધી મસ્તીમાં ડોલાવવા અને મનસુબો બનાવ્યો છે.
આમતો આ પહેલા લોલાપલુઝી ઇન્ટરનેશનલ શો અમે મુંબઇમાં કર્યો હતો. ત્યાર બાદ અમદાવાદમાં ઝામાલેન્ડ શો કરેલો. આ બન્ને શો હીટ ગયા હતા. બસ હવે રાજકોટના સંગીત પ્રેમીઅોને રસતરબોળ કરવા અમારી ટીમનો પુર્ણ પ્રયાસ રહેશે.
તસ્વીરમાં ‘અકિલા’ ખાતે વિગતો વર્ણવતા ગુજરાતી રેપ સોîગ આર્ટીસ્ટ ધનજીકુમાર અને તેમની સાથે પ્રોડયુસર રસલાજી, મેનેજર સકલેન ખાન અને ગૌરવભાઇ બોદાણી નજરે પડે છે. (તસ્વીર ઃ અભિજીત બગથરીયા)
(2:57 PM IST)










