<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

વોર્ડ નં. ૦પમાં લાલપરી નદી પર સ્‍લેબ કલ્‍વર્ટ બનશે : રૂા. ૧.૦૧ કરોડ મંજુર

 

  રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૫માં રૂા.૧.૦૧ કરોડના ખર્ચે ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે લાલપરી નદી પર સ્‍લેબ કલ્‍વર્ટ બનાવવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૫ના કોર્પોરેટર દિલીપભાઇ લુણાગરીયા, રસીલાબેન સાકરીયા તથા ડૉ.હાર્દિકભાઇ ગોહિલ દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે

(3:34 PM IST)