News of Saturday, 6th September 2025
વોર્ડ નં.૧૧ માં રૂા.૬.૭૪ કરોડના ખર્ચે સી.સી. રોડ બનશે

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં રૂા.૬.૭૪ કરોડના ખર્ચે વગડ ચોક થી ટીલાળા ચોક સુધી સી.સી. રોડ કરવાનું કામ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્ત કામ મંજુર કરવા બદલ શાસકપક્ષ નેતા તથા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર લીલુબેન જાદવ તથા કોર્પોરેટર ભારતીબેન પાડલીયા, રાણાભાઇ સાગઠીયા તેમજ વિનોદભાઈ સોરઠીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે
(3:36 PM IST)










