News of Saturday, 6th September 2025
માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડના તોતીંગ ભાવ વધારાને સ્ટન્ડિંગ કમિટીની હરી ઝંડી
વધુ એક વખત શીતલ પાર્કના કપાત ગ્રસ્તોને વળતર આપવાની દરખાસ્ત પેન્ડીંગઃ વિવિધ વિકાસ કામોના રૂ.૮૫.૫૦ કરોડ મંજુર

શહેરના વિકાસ-સુવિધા માટે ૮૫ કરોડને સ્ટેન્ડીંગમાં મંજૂરી : આજરોજ બપોરે મળેલ સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કુલ ૨૨ માંથી ૨૧ દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી અને ૮૫.૫૦ કરોડથી વધુની રકમ વિવિધ વિકાસ કામો તથા સુવિધા માટે લીલીઝંડી અપાઇ હતી. અગાઉની જેમ શીતલ પાર્ક વિસ્તારના કપાતગ્રસ્તોને વળતર આપવાની દરખાસ્ત પેન્ડીંગ રહી હતી. ઉપરોકત તસ્વીરમાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના અધયક્ષસ્થાને મળેલ બેઠકમાં શાસક પક્ષનેતા લીલુબેન જાદવ, ડે.કમિશનર નંદાણી તથા કમિટીના સભ્યો-અધિકારીઓ દર્શાય છે. (તસવીરઃ અશોક બગથરીયા)
રાજકોટ તા.૬: શહેરના વિવિધ વિસ્તારમાં ડી.આઇ. પાઇપલાઇન તથા ડ્રેનેજ પાઇપલાઇન કામગીરીમાં કચ્ચરઘાણ બનેલ રસ્તાઓ રીપેરીંગ, મેટલીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો અન્વયુ વેસ્ટઝોનના ૬ વોર્ડમાં ૩૧.૧૫ કરોડના ખર્ચે રસ્તાઓ મેટલીંગ કરવા, વોર્ડ નં.૧૧માં વગડ ચોકથી ટીલાળા ચોક સી.સી. રોડ કરવા તથા વોર્ડ નં.૩ માધાપર ગામના સ્મશાનને ઇલેકટ્રીક સ્મશાન કરવા તથા આરોગ્ય તબીબી સહાય સહિતની રર દરખાસ્તોનો નિર્ણય આજે મળેલ સ્ટેન્ડિગ કમિટી મીટીંગમાં કરવામાં આવ્યો હતો.
મ્યુનિ.કોર્પોરેશની સ્ટેન્ડિગ કમિટીની મીટીંગ તા.૬ના શનીવારે બપોરે ૧૨ કલાકે મનપા કચેરીના પ્રથમ માળે આવેલ સ્ટેન્ડિગ કમિટી કોન્ફરન્સ રૂમમાં સ્ટેન્ડિગ કમિટી ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં સ્ટેન્ડિગ કમિટીની મીટીંગ યોજાઇ હતી. જેમાં વિવિધ વિકાસકામોની રર દરખાસ્તો અંગે નિર્ણય કરાયો હતો. જેની ટુંકી વિગતો આ મુજબ છે.
વેસ્ટઝોનમાં મેટલીંગ
મહાનગરપાલિકા - વેસ્ટ ઝોન હેઠળનાં વોર્ડ નં.-૧, ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨નાં વિસ્તારોનાં વિકાસ કામો માટે કેન્દ્ર સરકારની ગ્રાંટ, રાજય સરકારની ગ્રાંટ તેમજ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની બજેટ જોગવાઇ અનુસારનાં કામો તેમજ હાલમાં વેસ્ટ ઝોન હેઠળના વિસ્તારોમાં ‘‘અમળત-૨.૦'' યોજના અંતર્ગત ડી.આઇ. પાઇપ લાઇન તથા ડ્રેનેજ પાઇપ લાઇન નેટવર્કનાં નવાં તેમજ અપગ્રેડેશનનાં કામો પ્રગતિ હેઠળ છે. જે અન્વયેનાં રસ્તાઓનું રીસ્ટોરેશન તેમજ મેટલીંગની કામગીરી સમયસર પૂર્ણ થઇ શકે. તે માટે એન્યુઅલ રેઇટ કોન્ટ્રાકટ મુજબનું ટેન્ડર નીચેની વિગતોએ પ્રસિધ્ધ કરવામાં આવેલ.
આ કામે એક વર્ષ માટે કુલ રૂા.૨૨,૩૫,૫૯,૧૮૮ ૪૮ કરોડ તથા પ્રવર્તમાન ૧૮.૦૦ % જી.એસ.ટી. સહિત આ કામે કુલ રૂા.૨૬,૩૮,૦૦,૦૦૦ નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે ૧૮-માસ માટે અંદાજે ૪૧૭૪૦૦ ચોરસ મીટરમાં રસ્તાઓને મેટલીંગ કરવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કામ માટે ૩ એજન્સીએ રસ દાખવ્યો હતો. એક ડિસકવોલીફાય થઇ હતી. બે પૈકી એલ-૧ના ૯.૧૮% ઓછા ભાવ આવેલ. જે મુજબ આ કામે ૧૮ માસ માટે રૂા.૩૧,૧૫,૭૩,૯૯૪ ખર્ચ થશે.
સી.સી. રોડ થશે
મહાનગરપાલિકાનાંવોર્ડ નં.-૧૧માં આવેલ વગડ ચોક થી ટીલાળા ચોક સુધી સી.સી. રોડ કરવાનાં કામે કુલ રૂા.૬,૫૧,૨૯,૬૧૬ તથા પ્રવર્તમાન ૧૮.૦૦ % જી.એસ.ટી. સહિત આ કામે કુલ રૂા.૭,૬૮,૫૩,૦૦૦નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે.આ કામે અંદાજે ૧૯૫૦૦.૦૦ ચોરસ મીટરમાં સી.સી. કરવાનાં કામો સમાવેશ કરવામાં આવેલ છે.
ટેન્ડર પ્રસિધ્ધ થતા ૯ એજન્સીએ રસ દાખવ્યો હતો. જેમાં એલ-૧ના ૧૨.૨૭ ટકા ઓછા ભાવ આવતા કુલ રૂા.૬.૭૪ કરોડનો ખર્ચ થશે.
શહેરના રેસકોર્ષ સ્થિત માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડને ક્રિકેટ મંચ ઉપરાંત કોમર્શીયલ ઉપયોગ માટે પ હજારથી ૩૦ લાખ સુધીની તોતીંગ રકમથી ભાડે આપવાની શાસકોએ મંજુરીની મહોર મારી હતી.
ઉપરાંત શહેરના ૧૫૦ ફુટ રીંગરોડ સ્થિત શીતલપાર્ક પાસેના વિસ્તારના કપાતગ્રસ્તોને વળતર આપવાની દરખાસ્ત વધુ એક વખત કોરણે મુકી પેન્ડીંગ રાખવામાં આવી છે.
આ ઉપરાંત આ સ્ટેન્ડિગ કમિટી મીટીંગમૉ વોર્ડ નં.૩માં માધાપર ગામના હયાત સ્મશાનને વિદ્યુત સ્મશાન તરીકે રૂા.૩.૮૨ કરોડના ખર્ચે ડેવલપ કરવા, ઇસ્ટઝોનના વિસ્તારોમાં પાણી સપ્લાય માટે ડી.આઇ. પાઇપલાઇન બીછાવવા તથા કર્મચારીઓ તથા કર્મચારીઓના પરીવારજનોને આર્થિક તબીબી સહાય સહિત દરખાસ્તોને લીલીઝંડી મળી હતી

(3:40 PM IST)










