News of Saturday, 6th September 2025
પોપટપરા નાલુ વરસાદથી બંધ : લોકોને પારાવાર મુશ્કેલી : કાયમી નિરાકરણ કયારે ?

રાજકોટ : શહેરના જંકશન વિસ્તાર પાસેના પોપટપરાના નાલામાં આજે સવારથી વરસી રહેલ વરસાદથી પાણી ભરાતા તંત્ર દ્વારા બેરીકેટ મુકી બંધ કરવાની પરંપરાનું પુનરાવર્તન કરાયું છે. પોપટપરા નાલાથી રોજ હજારો લોકો અવર-જવર કરે છે. વરસાદમાં પાણી ભરાવાથી નાલુ બંધ કરાતા લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. સમય-ઇંધણનો વ્યય થાય છે. જેથી આ નાલાની સમસ્યાનું કાયમી નિરાકરણ માટે આસપાસના રહેવાશીઓ તંત્ર સમક્ષ મીટ માંડીને બેઠા છે. ઉપરોકત તસ્વીરમાં નાલામાંથી નિકળતો પાણીનો ધોધ, ફસાયેલા વાહન ચાલક તથા બેરીકેટ જોઇ શકાય છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:16 PM IST)










