<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

વડોદરાના ઠગાઇના ગુનામાં એક વર્ષથી ફરાર મીનેશ પિત્રોડા રાજકોટથી ઝડપાયોઃ ઓળખ છુપાવીને રહેતો હતો

પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાત ટીમની કાર્યવાહી

રાજકોટઃ વડોદરાના ગોરવા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા ઠગાઇના ગુનામાં એક વર્ષથી ફરાર શખ્‍સ મીનેશ અતુલભાઇ પિત્રોડા (ઉ.વ.૩૩)ને રાજકોટથી પેરોલ ફરલો સ્‍ક્‍વોડની ટીમે પકડી વડોદરા પોલીસને સોંપ્‍યો છે.

આ શખ્‍સ હાલ રાજકોટમાં રૈયા સેવન સીગ્નેટ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૩૦૧માં રહેતો હતો. તે મુળ જામનગર લાલપુર રોડ રજવાડી ગોલાવાળી શેરી ગ્રીનસીટી-૧૦ ખાતેનો વતની છે. આ ઉપરાંત જામનગરમાં કામદાર કોલોનીમાં પણ રહેણાંક ધરાવે છે. ગુનો નોંધાયા બાદ વડોદરા પોલીસથી બચી ઓળખ છુપાવી એક વર્ષથી ફરાર હતો. પીઆઇ ભાર્ગવસિંહ એમ. ઝણકાત, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ ઝહીરખાન ખફીફ, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, હેડકોન્‍સ. રાજદિપસિંહ ચોૈહાણ, સીરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ,  જયદિપસિંહ બોરાણા, કોન્‍સ. કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, કોન્‍સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી.

(11:07 AM IST)