<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ઘંટેશ્વરના હાર્દિક અને સગીરે મળી પાંચ બાઇકની ચોરી કરીઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો ઉકેલ્‍યો

પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એમ.વી. જાડેજાની ટીમની કામગીરીઃ હેડકોનસ. રવિભાઇ ગઢવી, શબ્‍બીરખાન મલેક, રોહિતદાન ગઢવીની બાતમી

રાજકોટઃ શહેર ગાંધીગ્રામ પોલીસની ટીમે વાહન ચોરીઓનો ભેદ ઉકેલી સગીર સહિત બે શખ્‍સને પકડયા છે. વાહન ચોરીના ભેદ ઉકેલવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. રવિભાઇ ગઢવી, શબ્‍બીરખાન મલેક અને રોહિતદાન ગઢવીને બાતમી મળી હતી કે શિતલપાર્ક સર્કલથી સંજયનગર જવાના રસ્‍તે બે શખ્‍સ બાઇક સાથે ઉભા છે અને આ બાઇક ચોરાઉ છે. બાતમી પરથી તપાસ કરતાં એક સગીર સહિત બે જણા મળી આવ્‍યા હતાં. તેની પાસેના વાહન અંગે પુછતાછ કરતાં યોગ્‍ય જવાબ આપ્‍યા નહોતાં. વધુ પુછતાછ થતાં વાહન ચોરાઉ હોવાનું કબુલ્‍યું હતું.

બંનેને અટકાયતમાં લઇ પુછતાછ કરતાં એક શખ્‍સે પોતાનું નામ હાર્દિક દિલીપભાઇ સિંધવ (ઉ.વ.૨૦-રહે. ઘંટેશ્વર એસઆરપી કેમ્‍પ પાસે, હા.બોર્ડ ક્‍વાર્ટર) જણાવ્‍યું હતું.  બીજો સગીર હતો. આ બંનેએ આ સિવાય બીજા ચાર વાહનોની ચોરી પણ કબુલી હતી. રાજકોટના જીયાણા ગામેથી, વડવાજડી ગામે રોડ પરથી, કરણપરા બાલાજી મંદિર પાસેથી, ગાંધીગ્રામ ગાંધીનગર વિસ્‍તારમાંથી મળી કુલ પાંચ બાઇક ચોર્યા હતાં. પોલીસે કુલ એક લાખના વાહનો કબ્‍જે કર્યા હતાં.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ એમ. વી. જાડેજા, વી. ડી. રાવલીયા, હેડકોન્‍સ. રવિભાઇ ગઢવી, શબ્‍બીરખાન મલેક, રોહિતદાન ગઢવી, મસરીભાઇ ભેટારીયા, સહદેવસિંહ જાડેજા, કોન્‍સ. પ્રદિપભાઇ ડાંગર, મુકેશભાઇ સબાડ, રઘુવીરસિંહ જાડેજા, ભરતભાઇ મકવાણા, હોમગાર્ડ અર્જુન બામ્‍બાએ આ કામગીરી કરી હતી. 

(11:09 AM IST)