News of Sunday, 7th September 2025
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન સમક્ષ રાજકોટને વધુ એક કેન્દ્રીય વિદ્યાલાય ફાળવવા માટે માંગણી કરતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા : જુઓ વિડીયો
એક નવી કેન્દ્રીય વિદ્યાલાય ફાળવવા માટે ની રજૂઆત કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાને હકારત્મક પ્રત્યુતર આપેલ છે આ અંગે ગંભીરતાથી વિચારણા કરવા તેઓએ ખાતરી આપી

રાજકોટ તા.૭
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન સમક્ષ રાજકોટને વધુ એક કેન્દ્રીય વિદ્યાલાય ફાળવવા માટે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ માગણી કરી છે.
ભારત સરકારના એચ.આર.ડી. વિભાગ દ્વારા તાજેતરમાં રાજ્યસભામા આસામ નાં ગૌહાટી ખાતે એક નવી ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) ફાળવવા અંગેનું બીલ રજુ થયેલ તેની ચર્ચા દરમ્યાન રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ રાજકોટ શહેર અને જીલ્લાની વસ્તી તેમજ, રેલ્વે ડીવીઝન, A.G. કચેરી સહીત મોટા પ્રમાણમાં આવેલ કેન્દ્રિય કચેરીઓના કર્મચારીઓ ની સંખ્યા, તથા રાજકોટ એ સૌરાષ્ટ્ર માં એજ્યુકેશન હબ તરીકે ઉભરી આવેલ હોઇ, રાજકોટ ખાતેની જરૂરીયાત ધ્યાને લઇ એક નવી કેન્દ્રીય વિદ્યાલાય ફાળવવા માટે ની રજૂઆત કર્તા, માન. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાને તેને હકારત્મક પ્રત્યુતર આપેલ છે. અને આ અંગે ગંભીરતાથી વિચારણા કરવા તેઓએ ખાતરી આપેલ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમા કેન્દ્રિય મંત્રી મંડળએ મંજુર કરેલ અને મોન્સુન સત્રમાં સંસદમાં રજુ થયેલ ભારતીય પ્રબંધક સંશોધક વિધેયક-૨૦૨૫ ને આવકારતા તેઓએ જણાવેલ છે કે, ગૌહાટી ખાતે સ્થપાનાર નવી ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (IIM) આવતા શૈક્ષણીક વર્ષથી શરુ થઇ જશે. આ સંસ્થા અમદાવાદ ખાતે આવેલી આંતરરાષ્ટ્રીય નામના ધરાવતી IIM ને અનુસરશે. આમ અત્યારે ગુજરાતનો જે રીતે વિકાસ થઇ રહ્યો છે તેના શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસ લક્ષી કામગીરીના દાખલા આપીને ગુજરાતને રોલમોડેલ ગણી અન્ય રાજ્યો તેનું અનુકરણ કરી રહ્યા છે.
ભારતને સુપર પાવર બનાવવાના સ્વપ્ન દ્રષ્ટા માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં નેતૃત્વમાં છેલ્લા ૧૧ વર્ષમાં શિક્ષણ, હવાઈ સેવા, રેલ્વે, માર્ગ અને વાહન વ્યવહાર, વિજ્ઞાન અને સંશોધન, ખેતી વિકાસ તથા સંરક્ષણ ક્ષેત્રે વિકાસમાં ભારતે હરણફાળ ભરેલ છે.તેમ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું છે.
(12:44 PM IST)










