<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

રાજકોટમાં આવતીકાલ સવારથી જ ફરજિયાત હેલ્મેટ અંગેની મહામેગા ડ્રાઈવ

હાઇકોર્ટના આદેશો બાદ આવતી કાલ સોમવારથી ફરજીયાત હેલ્મેટ ઝુંબેશ અને કાયદાનું પાલન કરાવવા શહેર ટ્રાફિક પોલીસે શસ્ત્રો સજાવ્યા

રાજકોટમાં આવતીકાલ સવારથી જ ફરજિયાત હેલ્મેટ અંગેની મહામેગા ડ્રાઈવ યોજાનાર છે . પોલીસ કમિશનર કચેરી, મુખ્ય પોલીસ મથક, એસપી કચેરી સહિત શહેરભરમાં મુખ્ય માર્ગો ચાર રસ્તાઓ તેમજ જુદી જુદી બાયપાસ ચોકડી પર ટ્રાફિક પોલીસ તેમજ જુદા જુદા પોલીસ મથકના 500 થી વધુ અધિકારી જવાનો હેલ્મેટ પહેરી મેદાનમા ઊતરી પડશે

હેલ્મેટ ડ્રાઇવ સવારે 9:00 વાગ્યાથી 12:00 વાગ્યા સુધી અને બપોર પછી પાંચ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી સતત પોલીસ દ્વારા ઝુંબેશ ચાલુ રખાશે

હેલ્મેટ નહી પહેરનાર ને રોકડ ૫૦૦નો દંડ, ઇ-ચલણમાં ૯૦ દિવસની અવધિ લોકોમાં સલામતિ માટે જાગૃતિ આવે તે રીતે તબક્કાવાર કાર્યવાહી થતી રહેશે

બીજી વખત હેલ્મેટ ભંગ કરશે તો 1,000 નો દંડ અને ત્રીજી વખત ભંગ બદલ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરાશે


 

(12:08 AM IST)