<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

રાજકોટમાં ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી દેવાતા શહેરીજનોમાં ભારે આક્રોશ

કેટલાક લોકોએ પોલીસને રોષપૂર્ણ શબ્દોમાં કહ્યું કે, ભલે અમને બંદૂકથી ભડાકે દઈ દો કે પાકિસ્તાન મોકલી દો, પણ અમે હેલ્મેટ નહીં પહેરીએ

રાજકોટ શહેરમાં ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી દેવાતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસે કડક અમલવારી શરૂ કરતા અનેક વિસ્તારોમાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા હતા. શહેરીજનોનો આક્રોશ એટલો ચરમસીમાએ પહોંચ્યો કે કેટલાક લોકોએ પોલીસને રોષપૂર્ણ શબ્દોમાં કહ્યું કે, ભલે અમને બંદૂકથી ભડાકે દઈ દો કે પાકિસ્તાન મોકલી દો, પણ અમે હેલ્મેટ નહીં પહેરીએ.

અમદાવાદના મુખ્ય માર્ગો જેવા કે કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, યુનિવર્સિટી રોડ અને ગોંડલ રોડ પર ટ્રાફિક પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. હેલ્મેટ વગરના વાહનચાલકોને અટકાવીને દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી અને વાહનચાલકોમાં રોષ વધ્યો હતો.

(1:07 PM IST)