<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

આમ આદમી પાર્ટીની નવી વિદ્યાર્થી વીંગનું બુધવારે રાજકોટથી લોન્‍ચીંગ

રાજકોટ તા. ૮ : આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં વિદ્યાર્થી પાંખનું રીલોન્‍ચીંગ કરવા તૈયારીઓ કરાઇ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે  સી.વાય.એસ.એસ.ને રીલોન્‍ચ કરીને એસોસીએશન ઓફ સ્‍ટુડન્‍ટસ ફોર ઓલ્‍ટરનેટીવ પોલીટીકસ (એએસએપી) કરવામાં આવશે. જેને દિલ્‍હી, પંજાબ, હરીયાણામાં લોન્‍ચ કરાયા બાદ હવે ગુજરાત પ્રદેશ કક્ષાનું લોન્‍ચીંગ આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઇ ગઢવીના હસ્‍તે તા. ૧૦ ના બુધવારે સવારે ૧૧ વાગ્‍યે રાજકોટ એન્‍જીનીયરીંગ એસોસીએશન હોલ, ભક્‍તિનગર સ્‍ટેશન પાસે, રાજકોટ ખાતે કરવામાં આવશે.

આ વિદ્યાર્થી સંગઠનનો હેતુ વિદ્યાર્થીઓને વૈકલ્‍પિક રાજકારણની મુખ્‍ય ધારામાં જોડવાનો છે. તેમના પ્રશ્‍નો જેવા કે શિક્ષણ, રોજગાર, સમાન તકો અને સુશાસન માટે સશકત અવાજ ઉભો કરવા વિદ્યાર્થી શક્‍તિને મજબુત કરાશે.

આ અવસર પર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ ઇસુદાનભાઇ ગઢવી, સામતભાઇ ગઢવી, મંત્રી અજીતભાઇ લોખીલ, વિશાલભાઇ બારસીયા, જીતુભાઇ ઉપાધ્‍યાય, વિદ્યાર્થી નેતા સુરજ બગડા, ધાર્મિક માથુકીયા તેમજ પ્રદેશ અને સ્‍થાનિક કક્ષાના આગેવાનો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન આમ આદમી પાર્ટી રાજકોટના વિદ્યાર્થી વીંગના સુરજ બગડા, કેયુર દેસાઇ, પ્રણવ ગઢવી અને ટીમ સંભાળશે. તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી વીંગના આગેવાનો નજરે પડે છે.

(4:58 PM IST)