<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

ગણપતિ બાપ્‍પા મોરિયા ! વરસતા વરસાદમાં દુંદાળા દેવને ભાવભરી વિદાય : જસવંતપુર ખાતે ભવ્‍ય વિસર્જન

 

રાજકોટ : રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્ષના સિદ્ધિ વિનાયક ધામ ખાતે આયોજિત શ્રી ગણપતિ મંગલ મહોત્‍સવનું દસ દિવસના ભક્‍તિભાવભર્યા ઉત્‍સવ બાદ જસવંતપુર ખાતે ભવ્‍ય વિસર્જન કરવામાં આવ્‍યું. દાદાને ભાવભરી વિદાય આપવા માટે વૈદોક્‍ત મંત્રોચ્‍ચાર સાથે હવન અને અંતિમ આરતી કરવામાં આવી હતી. આ અવસરે ‘ગણપતિ બાપ્‍પા મોરિયા, પુઢચા વર્ષી લવકર યા' ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્‍યું હતું.

ડો. માધવ દવેના નેતૃત્‍વમાં આયોજિત આ મહોત્‍સવમાં વિશાળ સંખ્‍યામાં શહેરીજનો, કાર્યકર્તાઓ અને ભક્‍તો જોડાયા હતા. વરસતા વરસાદમાં પણ ભક્‍તોનો ઉત્‍સાહ ઓછો થયો ન હતો અને ભજન-કીર્તન સાથે પુષ્‍પવર્ષા કરીને દાદાને વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા અને વિરેન્‍દ્રસિંહ ઝાલા એ ગણપતિ મહોત્‍સવને સફળ બનાવવા બદલ તમામ કાર્યકરો અને જનતાનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

ગણેશોત્‍સવ : એકતા અને પરંપરાનો સંગમ

ડો. માધવ દવેએ જણાવ્‍યું કે ગણેશોત્‍સવ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ સામાજિક એકતા, ભક્‍તિ અને સંસ્‍કૃતિના મેળાપનું પ્રતીક છે. તેમણે વિસર્જનના તત્‍વજ્ઞાનને સમજાવતા કહ્યું કે, તે જીવનના અસ્‍થાયી સ્‍વરૂપનો બોધ આપે છે. પુરાણો અનુસાર, ગણેશજી થોડા સમય માટે ભક્‍તોની ઇચ્‍છા પૂરી કરવા પૃથ્‍વી પર આવે છે અને પછી કૈલાસ પરત ફરે છે. આ પરંપરા આપણને ત્‍યાગ અને નમ્રતા શીખવે છે.

પર્યાવરણ અને સામાજિક મહત્‍વ

વિસર્જનનું પર્યાવરણીય મહત્‍વ સમજાવતા ડો. દવેએ કહ્યું કે પરંપરાગત રીતે માટીની મૂર્તિઓ બનાવવામાં આવતી હતી જે જળમાં ભળી જાય છે, પરંતુ હવે રાસાયણિક રંગોવાળી મૂર્તિઓ પર્યાવરણને નુકસાન કરે છે. તેમણે માટીની મૂર્તિઓના ઉપયોગ પર ભાર મૂક્‍યો હતો. સામાજિક સ્‍તરે, ગણેશ વિસર્જનની શોભાયાત્રા સામૂહિક આનંદ અને એકતાનું પ્રતીક બની રહે છે. ભક્‍તોની આંખો ભીની થાય છે, પરંતુ આવતા વર્ષે ફરી મળવાની આશા સાથે દાદાને વિદાય આપે છે.

મહોત્‍સવને યાદગાર બનાવવા માટે વિવિધ

સમિતિઓના ૧૯૦ થી વધુ કાર્યકર્તાઓએ અથાક સેવા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ હિતેશ ઢોલરીયા અને શૈલેષ દવેની આગેવાની હેઠળ સંપન્ન થયો. અંતમાં, ડો. માધવ દવેએ જાહેર જનતાનો આભાર માનતા કહ્યું કે, ગણપતિ મંગલ મહોત્‍સવ સામાજિક એકતા, ભક્‍તિ અને સંસ્‍કૃતિના મેળાપનું પ્રતીક બન્‍યો અને આ સમગ્ર ઉત્‍સવ યાદગાર બન્‍યો.

(3:55 PM IST)