<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

સરકારની તિજોરી ભરવા હેલ્‍મેટના નામે ઉઘરાણા બંધ કરોઃ જીંદગી જો હેલ્‍મેટથી બચી જતી હોય તો દંડ શા માટે?

‘આપ' દ્વારા હેલ્‍મેટનો વિરોધમાં દેખાવો કરાતા અટકાયત

રાજકોટઃ ફરજીયાત હેલ્‍મેટનો કાયદો આજથી અમલમાં કરવામાં આવ્‍યો છે. ત્‍યારે શહેરીજનોમાં લોકરોષ સાથે વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે. દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા હેલ્‍મેટના વિરોધમાં દેખાવો કરતાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. સરકારની તિજોરી ભરવા હેલ્‍મેટના નામે ઉઘરાણા બંધ કરો, જીંદગી જો હેલ્‍મેટથી બચી જતી હોય તો દંડ શા માટે? જેવા બેનરો સાથે સુત્રોચ્‍ચાર કરવામાં આવ્‍યા હતા. આપ ના શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી, શહેર મહિલા પ્રમુખ રાજુબેન ગઢવી, પ્રદેશમંત્રી ઈન્‍દુભા રાઓલ, ખેડૂત વિગ જીલ્લા પ્રમુખ મનોજભાઈ કનેરીયા, લાલજીભાઈ ચૌહાણ, વાલજીભાઈ કણજારીયા, શૈલેષભાઈ મોભારા, શિનભાઈ પ્રજાપતિ વગેરે કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)(૪૦.૧૦)

(4:00 PM IST)