તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th September 2025
હું આજથી સાયકલ ચલાવીશ, મારા માથાની સુરક્ષાની જવાબદારી કોર્પોરેશન, પોલીસ અને મુખ્યમંત્રીની રહેશેઃ તુષિત પાણેરી
જો કોઇ વાહન અકસ્માતમાં મારૂ મૃત્યુ થાય તો સરકાર ભીખમાં જે રકમ આપે એ મારા પરિવારજનોને જોઇતી નથી, આ રકમનો ઉપયોગ સરકાર રોડ બનાવવા માટે કરે

રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા આજથી ફરજીયાત હેલ્મેટ નો કાયદો લાગુ કર્યો છે.ટુ વ્હીલ ચાલકો ના માથા ની સલામતી માટે હેલ્મેટ કેટલું સુરક્ષિત બની શકે આ દલીલ મા હું પડવા માગતો નથી, સુરક્ષા પરીપેક્ષ કે અન્ય કોઈ કારણોસર દરેક ના વિચારો ભિન્ન હોય શકે વધુમાં હું એ પણ સ્પષ્ટતા કરી દઉં કોંગ્રેસ પક્ષ નો હોદ્દેદાર હોવા છતા હું કોઈ રાજકીય આક્ષેપ કરવાને બદલે માત્ર પ્રત્યક્ષ જોઈ શકાતી અનુભવી શકાતી નરી વાસ્તવિકતા ની જ વાત કરીશ તેમ તુષિત પાણેરી પ્રવકતા ગુજરાત કોંગ્રેસ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન મો. ૯૪૨૭૨ ૪૨૨૫૩એ જણાવ્યું છે.
તેઓ જણાવે છે કે રાજકોટ શહેરના લગભગ એંસી ટકા રોડ રસ્તા મા દોઢ થી બે ફૂટ ના ખાડા છે પાલિકાની હદ મા બનેલા દરેક રોડ છ આઠ મહિના મા જ તૂટી જાય છે કેમકે રોડ ની ગુણવત્તા સાવ હલકી છે, જેનું મુખ્ય કારણ બેફામ ભ્રષ્ટાચાર અને ભોગ ધરાવીને મેળવેલો કોન્ટ્રાક્ટ .. સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડિયો સામે આવ્યા છે જેમા હાથે થી રોડ પર પાથરેલ ડામર ના થર પુઠા ની જેમ ઉખડી જાય છે.
તુષિત પાણેરી જણાવે છે કે મારા સહિત ગુજરાત ની સુજ્ઞ જનતા હાઉસ ટેકસ, વ્હિકલ ટેકસ, રોડ ટેકસ વગેરે પેટે કરોડો રૂપિયા ચૂકવતી હોવા છતા સત્તાધીશો ને સારા રોડ રસ્તા બનાવતા નથી, માર્ગો અને ફૂટપાથ પરના દબાણો દૂર કરવા નથી પણ લોકોને ફરજીયાત હેલ્મેટ પહેરાવવા છે, આ બેધારી બેહૂદી નીતિ મને મંજૂર નથી એટલે જ આજથી મે સાયકલ ચલાવવાનો નિર્ણય કર્યો છે.
ચાર મહિના પહેલા ઇન્દિરા સર્કલ પાસે સિગ્નલ પર ઉભેલા પાંચ નિર્દોષ લોકોને સિટી બસ ના ડ્રાઈવરે કચડીને મારી નાખ્યા, પંદર વીસ દિવસ પહેલા લીંબડા ચોક પાસે એક હાર્ડવેર ના ધંધાર્થી યુવક ને ખાનગી ટ્રાવેલ્સે ઉડાડી દીધો જેમા તે યુવક નું મોત થયું હું આજથી સાયકલ ચલાવવાનો છું તેમ છતા રાજકોટ શહેર ના કોઈ પણ માર્ગો પર મને કોઈ બેફામ વાહન ચાલક કચડી નાખે કે મારું માથું ફાટી જાય તો એની સંપુર્ણ જવાબદારી આજથી રાજકોટ મહાનગરપાલિકા ના શાસકો અધિકારીઓની, રાજકોટ શહેર પોલીસની અને રાજ્ય ના મુખ્યમંત્રીશ્રીની રહેશે.
કમનસીબે રાજકોટ શહેરની હદ મા કોઈ વાહન અકસ્માત મા જો મારું મૃત્યુ થાય તો સરકાર પોતાની અણઆવડત ઢાંકવા ભીખ મા ચાર પાંચ લાખ ની રકમ આપે છે. આ રકમ પણ મારા પરિવારજનો ને જોતી નથી, આ રકમ નો ઉપયોગ સરકાર સારા રોડ બનાવવા મા કરે તેવી વિનંતી.
તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને રાજયપાલ આચાર્ય દેવવ્રતજીને પત્ર પાઠવી જાણ કરી છે.(૩૮.૩૩)
(4:58 PM IST)










