News of Monday, 8th September 2025
જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની બેઠક ૧પમીએઃ ઓકટોબરના પ્રારંભે સામાન્ય સભા
કારોબારી સમિતિ ચાલુ માસના ઉતરાર્ધમાં બોલાવવાનું આયોજન

રાજકોટઃ તા. ૮, જિલ્લા પંચાયતમાં વધુ એક વખત પદાધિકારીઓને સ્પર્શતી વહીવટી બેઠકોનો દોર શરૂ થયો છે. શિક્ષણ અને સમાજ કલ્યાણ સમિતિની બેઠક યોજાઇ ગઇ. હવે તા. ૧પ મીએ બાંધકામ સમિતિની બેઠક બોલાવવાનો એજન્ડા પ્રસિધ્ધ થયો છે કારોબારી સમિતિ તા. રપ થી ૩૦ વચ્ચે બોલાવવાનું આયોજન છે. સામાન્ય સભા ઓકટોબરના પ્રારંભે મળે તેવા હાલના સંજોગો છે.
બાંધકામ સમિતિની બેઠકમાં રૂા.૧પ.૦૦ લાખ સુધીની રકમના કામો માટે જુદી જુદી સહકારી મંડળીઓ, ગ્રામ પંચાયત વગેરેની માંગણી/ ટેન્ડર મંજુર કરવા અંગે રૂા.૧પ.૦૦ લાખ સુધીની રકમના કામોના ઠેકેદારોશ્રીઓના ટેન્ડર મંજુર/નામંજુર કરવા અંગે કામોમાં મુદત વધારો વિલંબ વળતર લાગુ કરવા અંગે ઇજારેદારશ્રી કામ ન કરતા હોય તો તેમના ઉપર શેડયુલ-સી મુજબ વિલંબ વળતર લાગુ કરી એજન્સીને છુટી કરવા અંગે અથવા ટેન્ડર કલોઝ મુજબ ખર્ચે અને જોખમે કામ શરૂ કરવા વગેરે બાબતે નિર્ણય થશે.
સામાન્ય રીતે બધી સમિતિઓની બેઠક મળ્યા બાદ સામાન્ય સભા બોલાવવાની પ્રણાલિકા છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પંચાયતની ચૂંટણીની આચાર સહિતા લાગું પડવા પાત્ર છે તેથી હવે પછી એક-બે વખત સામાન્ય સભા મળે તેવી શકયતા છે.
(4:47 PM IST)










