<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

મનપામાં ડેપ્‍યુટી કમિશનરની જગ્‍યા માટે ઇન્‍ટરવ્‍યુ લેવાયા : ૭ ઉમેદવારો

આજે સીલેકશન કમિટી દ્વારા ઇન્‍ટરવ્‍યુ લેવાયાઃ હવે ઓફિસર કમીટી (પદાધિકારીઓ) કરશે નામ ફાઇનલ

રાજકોટ, તા. ૮: મ્‍યુનિ. કોર્પોરેશનમાં ડેપ્‍યુટી કમિશનરની ખાલી એક જગયા માટે મનપામાં ફરજ બજાવતા અધિકારીઓની અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં ૭ ઉમેદવારોએ રસ દાખવ્‍યો હતો. આજે બપોરે ૧ વાગ્‍યે સીલેકશન કમિટી (મ્‍યુનિ.કમિશનરની અધ્‍યક્ષામાં) દ્વારા ઇન્‍ટરવ્‍યૂ લેવામાં આવ્‍યા હતા. આ બાદ ઓફિસર કમિટી (પદાધિકારી) દ્વારા ઇન્‍ટરવ્‍યુ લેવામાં આવશે અને ડેપ્‍યુટી કમીશનરના નામની જાહેરાત થશે.

મ્‍યુનિ. કોર્પોરેશનની નવી દક્ષિણ ઝોન કચેરીની નિર્માણ કાર્ય શરૂ થઇ ગયું છે અને ટુંક સમયમાં રાજકોટમાં ચાર ઝોન કચેરી કાર્યરત થવાની છે. આ પૂર્વે મહાપાલિકાના સેટઅપને મજબુત કરવાના ‘કલાસ-૧' પ્રયાસો કમિ‘ર તુષાર સુમેરાએ આગળ વધાર્યા છે. વર્ગ-૧ના ત્રણ ટાઉન પ્‍લાનરની નિમણુંક, છ સીટી ઇજનેરોની ચાલતી ભરતી પ્રક્રિયા, હવે ડે.કમિ‘રની થનારી ઇનહાઉસ ભરતી બાદ પણ નવી ભરતીઓ ચાલુ રાખવા મોટા પાયે તૈયારી કરવામાં આવી છે.

હાલ કાયમી ડે.કમિ‘ર એક માત્ર ચેતન નંદાણી છે. હર્ષદ પટેલ ઇન્‍ચાર્જ નાયબ કમિ‘ર છે. આથી હાલ આ જગ્‍યા માટે અરજીઓ ઇનહાઉસ મંગાવવામાં આવતા સાત અધિકારીઓ ભરતી માટે ઇચ્‍છા દર્શાવી છે. તેમાં સેક્રેટરી પદેથી મુકત કરીને ઇસ્‍ટ ઝોનના આસી. કમિ‘ર તરીકે મૂકાયેલા ડો.એચ.પી.રૂપારેલીયા, ઇ.ડે.કમિ‘ર હર્ષદ પટેલ, આસી કમિ‘ર સમીર ધડુક, પી એસ ટુ મેયર વિપુલ ઘોણીયા પણ સામેલ છે.

હાલ તો કોર્પો.માં એક માત્ર કાયમી નાયબ કમિ‘ર હોય, સરકારમાંથી એક આઇએએસ અને એક જીએએસ અધિકારી તુરંત ફાળવવા માંગણી પણ મુકવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે આગામી સમયમાં મળનાર જનરલ બોર્ડમાં ઓફિસર સિલેકશન કમીટી (પદાદ્યિકારીઓ મારફત આ વર્ગ-૧ની ભરતીની મંજુરી આપવા દરખાસ્‍ત આવી જાય તેવી પૂરી શકયતા છે

(4:49 PM IST)