હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોઠારિયા સોલવન્ટ નારાયણનગરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયોઃ નિલેશ અને ભરતને ક્રાઇમ બ્રાંચે દબોચ્યા
હેડ કોન્સ અર્જુનભાઇ ડવ, ક્રિપાલસિંહ ઝાલા, કોન્સ. વિશાલભાઇ દવે અને સંજયભાઇ અલગોતરની બાતમીઃ રોકડ અને દાગીના મળી રૂા. ર.પ૪ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ, તા. ૮: કોઠારિયા સોલવન્ટ નારાયણનગરમાં યુવાનના મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ક્રાઇમ બ્રાંચની ટીમે ભેદ ઉકેલી બે શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં લૂંટ, ઘરફોડ ચોરી, ચીલઝડપ અને વાહન ચોરીના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ ઝા, જોઇન્ટ પોલીસ કમીશ્નર મહેન્દ્ર બગરીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સૂચનાથી ક્રાઇમબાંચના પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કુજેજ અને ટેકનીકલ સોર્સની મદદથી તપાસ હાથધરી આરોપીની શોધમાં હતા. ત્યારે ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ અર્જુનભાઇ ડવ, ક્રિપાલસિંહ ઝાલા, કોન્સ વિશાલભાઇ દવે અને સંજયભાઇ અલગોતરને બાતમી મળતા આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલી ઘરફોડ ચોરીમાં સામેલ નિલેશ ગોપાલભાઇ વાઘેલા (ઉ.વ. રર) અને ભરત પોપટભાઇ પરમાર (ઉ.વ. ર૩) (રહે. કોઠારિયા સોલવન્ટ શિતળાધાર રપ વારીયા શેરી નં. ૯) ને શાષાીમેદન પાસેથી પકડી લીધા હતા. પોલીસની પુછપરછમાં કોઠારિયા સોલવન્ટ પાસે નારાયણનગરમાં એક મકાનમાં રોકડ તથા દાગીનાની ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે બન્ને પાસેથી રોકડ તથા દાગીના મળી રૂા. ર,પ૪,૮૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. નીલેશ વાઘેલા અગાઉ લૂટ, ચોરી અને મારામારી સહિત ત્રણ અને ભરત પરમાર અગાઉ લૂટ, ચોરી, મારામારી સહિત સાત ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરી પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર તથા સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એન. પરમાર, વી.ડી. ડોડીયા, એસ.વી. ચુડાસમા, એ.એસ.આઈ. અમીતભાઈ અગ્રાવત, વિજયભાઈ સોઢા, સંજયભાઈ દાફડા, હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ ડવ, રાજેશભાઈ જળુ, દિપકભાઇ ચૌહાણ, દિલીપભાઈ બોરીચા, જયરાજભાઈ કોટીલા, પ્રદીપસિંહ જાડેજા, કળષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઈ સબાડ, ક્રિપાલસિંહ ઝાલા, પ્રતિકસિંહ રાઠોડ, કોન્સ્ટેબલ પ્રશાંતભાઈ ચુડાસમા, વિશાલભાઈ દવે, સંજયભાઈ અલગોતર, અનુજભાઈ ડાંગર તથા મયુરધ્વજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.(










