તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th September 2025
રાજકોટમાં ફરજિયાત હેલ્મેટની કડક અમલવારી સામે જનતમાં ભારે રોષ:મવડી પાસે પોલીસ અને જનતા વચ્ચે શાબ્દિક ઘર્ષણ
આમ આદમી પાર્ટીના કાર્યકરોનો જોરદાર વિરોધ : પોલીસે ભાજપના નેતાઓને દંડ કરવાનું ટાળ્યું : ભાજપ નેતાઓ હેલ્મેટ વિના બિન્દાસ્ત ફરતા દેખાયા!

રાજકોટમાં ફરજિયાત હેલ્મેટની કડક અમલવારી સામે જનતમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકોટ હેલ્મેટની ડ્રાઈવનો નાગરિકો દ્વારા ઊગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. મવડી પાસે બાપા સીતારામ ચોક નજીક પોલીસ અને જનતા વચ્ચે શાબ્દિક ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હોવાની પણ માહિતી છે. બીજી તરફ હેલ્મેટ ડ્રાઈવ સામે રાજકોટમાં રાજકારણ પણ ગરમાયું છે.
રાજકોટમાં આજથી ફરજિયાત હેલ્મેટનાં કાયદાની કડક અમલવારી કરાવવા માટે પોલીસે શહેરમાં અલગ-અલગ પોઇન્ટ પર ચેકિંગ હાથ ધર્યું છે. હેલ્મેટ પહેર્યા વગર આવી રહેલ લોકને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે હેલ્મેટની ફરજિયાત અમલવારી સામે જનતામાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. જનતા દ્વારા પોલીસની કાર્યવાહીનો ઊગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, મવડી પાસે બાપા સીતારામ ચોક નજીક પોલીસ અને જનતા વચ્ચે શાબ્દિક ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હોવાની પણ માહિતી છે. પોલીસ-જનતા વચ્ચે બબાલ બાદ લોકોના ટોળા ઉમટ્યા હતા.
રાજકોટમાં ફરજિયાત હેલ્મેટની અમલવારી મામલે રાજકારણ પણ ગરમાયું છે. આ મામલે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. AAP કાર્યકરોએ પોલીસની હાજરીમાં જ હેલ્મેટ તોડ્યા હતા. આથી, પોલીસે આપનાં કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. બીજી તરફ રાજકોટમાં પોલીસે BJP નાં નેતાઓને દંડ કરવાનું ટાળ્યું હોવાનો પણ આરોપ થયો હતો. કેટલાક નાગરિકોએ આક્ષેપ લગાવી કહ્યું કે, કડક કાર્યવાહી માત્ર જનતા માટે જ હોય! દરમિયાન, BJP નાં નેતાઓ હેલ્મેટ વિના બિન્દાસ્ત ફરતા દેખાય હતા. ગુજરાત ફર્સ્ટ (Gujarat first News) દ્વારા સવાલ પૂછવા પર ભાજપના નેતાઓ બહાનાબાજી કરતા માસૂમ થયું હતું. કેમેરો જોઈને ભાજપના નેતાઓ ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યા હતા. BJP ના એક કાર્યક્રમમાં પોલીસ પહોંચી તો પણ માત્ર બંદોબસ્તમાં જોવા મળી હતી. ત્યારે સવાલ થાય છે કે પ્રજા માટે મજબૂત દંડો તો નેતાઓ માટે નરમ વલણ કેમ?
(10:11 PM IST)










