News of Tuesday, 9th September 2025
એઇમ્સ રાજકોટના નવનિયુકત પ્રેસિડન્ટ પદ્મશ્રી પ્રો. ડો. જીવનસિંહ ટિટિયાલે ચાર્જ સંભાળ્યા

રાજકોટઃ નવનિયુક્ત પ્રેસિડેન્ટ પદ્મશ્રી પ્રો. ડો. જીવનસિંહ ટિટિયાલ રાજકોટ એઇમ્સની મુલાકાત કરી ચારજ સંભાળ્યો હતો. એઇમ્સ રાજકોટના એક્ઝીક્યુટીવ ડાયરેટર પ્રો.ડો.ગોવર્ધન દત પુરી દ્વારા પ્રો. ડો. જીવનસિંહ ટિટિયાલનું કરાયું સ્વાગત કરવામાં આવેલ.
પ્રો. ડો. જીવનસિંહ ટિટિયાલે હોસ્પિટલ ના દરેક વિભાગો નું નિરીકૃષણ કર્યું હતું અને માહિતી મેળવી હતી. તેમની એઈમ્સ રાજકોટની વિઝિટમાં એઇમ્સ હોસ્પિટલના એક્ઝીક્યુટીવ ડાયરેટર પ્રો.ડો.ગૌર્વધન દત્ત પુરી, ડેપ્યુટી ડાયરેટર કરનલ અંકુર પ્રતાપ સિંહ, પ્રો. ડો. સંજય ગુપ્તા (ડીન) પ્રો. ડો. સિમી મેહરા (ડીન), ડો. પિંકી સાહુ (મેડિકલ સુપરિટેડેટ) અને લાઈઝનિંગ ઓફિસર ડો. ઉત્સવ પારેખ જોડાયા હતા તેમજ એઇમ્સના તમામ અધિકારીઓ હાજર હતા. તેમણે એઇમ્સના તમામ અધિકારીઓ, એચ.ઓ.ડી અને કેકલ્ટી સાથે મુલાકાત કરી હતી.
પ્રેસિડેન્ટ શ્રી એ હોસ્પિટલના તમામ વિભાગો માં ઇમરજન્સી, લેબ એરિયા, દર્દીઓનો વોર્ડ, નવા ઓપરેશન થિયેટર, ઓ.પી.ડી, હોસ્ટેલ, તેમજ એઇમ્સ ના તમામ બિલ્ડીંગ નું નિરીકૃષણ કર્યું હતું સાથે નવા મેડિકલ આઈ.સી.યુ.નુ ઉદ્ધાટન કર્યું હતું.
પ્રો.ડો. જીવનસિંહ ટિટિયાલે એકેડમિક વિભાગ ની મુલાકાત સમયે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો એકેડમિક વિભાગ અને ડીન દ્વારા આયોજિત પોસ્ટ ગ્રેજ્યુએટ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું ડો. જીવનસિંહના હસ્તે ઉદ્ધાટન કરાયું. ટોટલ ૨૦ વિભાગો માં નવા ૩૨ પી.જી સ્ટુડન્ટ્સ આવ્યા તેમને અને એઇમ્સના તમામ અધિકારીઓ ને તેમણે માર્ગદર્શન આપ્યું હતુ.(૩૮.૧૩)
(10:21 AM IST)










