News of Tuesday, 9th September 2025
પલ્લવી આર્ટ ફાઉન્ડેશન દ્વારા ચિત્ર પ્રદર્શન પૂર્ણઃ કલારસીકો ઉમટયા
ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે સ્વ.પલ્લવીબેન કિશોરભાઇ ત્રિવેદી દ્વારા તૈયાર થયેલ અદભુત ચિત્રોથી લોકો મંત્રમુગ્ધઃ યુવા લેખીકા શૈલી ત્રિવેદી લીખીત ચિત્રકલા પુસ્તક અ બ્લેઝ ઇન સાયલન્સના ચોમેરથી વખાણ

રાજકોટ તા.૯: મહાનગર પાલિકાના સહયોગથી પલ્લવી આર્ટ ફાઉન્ડેશન દ્વારા સ્વ. પલ્લવીબેન કિશોરભાઈ ત્રિવેદી દ્વારા તૈયાર કરેલ ચિત્રોના પ્રદર્શન અને શૈલી ત્રિવેદી દ્વારા ચિત્રકલા પર રચિત ‘અ બ્લેઝ ઇન સાયલન્સ' પુસ્તકનું વિમોચન કરવા માટે કાર્યક્રમનું આયોજન કરેલ.
આ કાર્યક્રમનો શુભારંભ તા.૦૬ ને શનિવારના રોજ સાંજે ૦૫:૩૦ કલાકે, ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ સંકુલ ખાતે કરવામાં આવ્યુ. આ ‘ચિત્ર પ્રદર્શન' તથા ‘પુસ્તકનું વિમોચન'' દેશના વરિષ્ઠ અને નામાંકિત ચિત્રકાર શ્રી વળંદાવન સોલંકીના હસ્તે કરવામાં આવ્યુ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.
આ ચિત્ર પ્રદર્શન શુભારંભ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, મંજુબેન કુગશીયા, અગ્રણીઓ કિશોરભાઈ ત્રિવેદી, શૈલીબેન ત્રિવેદી, સહાયક કમિશનર બી.એલ. કાથરોટિયા, ડાયરેક્ટર પાર્ક્સ એન્ડ ગાર્ડન ભાવેશ જાકાસણીયા, મેનેજર કૌશિક ઉનાવા અને કલાપ્રેમી નગરજનો, ચિત્ર-પુસ્તક પ્રેમી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગત શનિવારથી શરૂ થયેલ ચિત્ર પ્રદર્શનને ત્રણ દિવસમાં અનેક કલા રસીકોએ નિહાળ્યું હતું.
શુભારંભ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, ચિત્રકલા એ ભારતીય સંસ્કળતિનું મહત્વનું અંગ છે. ચિત્રકલા આનંદલક્ષી અભિવ્યક્તિ છે અને તેમાં પ્રતિનિધાનાત્મક કલ્પનાત્મક અથવા અમૂર્ત ડિઝાઇન પ્રયોજવામાં આવે છે. આ ડિઝાઇન દ્વિપરિમાણી હોય છે અને તેના માટે સપાટ માધ્યમ પર રંગોનો ઉપયોગ કરવામાં આવે છે.
દેશના વરિષ્ઠ અને નામાંકિત ચિત્રકાર શ્રી વળંદાવન સોલંકીએ ચિત્રો અને વાર્તા વિશે વિસ્તળત માહિતી આપી હતી. ચિત્રો દ્વારા વાર્તાને સમજવામાં સરળતા રહે તે અંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને કલાપ્રેમી લોકોને માહિતગાર કર્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ. શાબ્દિક સ્વાગત અને પુસ્તક વિશે ટૂંકી માહિતી શૈલીબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ. અને તેમના પરિવાર દ્વારા પુષ્પગુચ્છ આપી ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવેલ.
ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને ત્રિવેદી પરિવારના સદસ્યોને હસ્તે શ્રી શૈલીબેન ત્રિવેદીના પુસ્તકનું વિમોચન કરવામાં આવેલ અને ગેલેરી એ. અને બી. મુકવામાં આવેલ ચિત્રોનું રીબીન કટ કરી ચિત્ર પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવેલ.
કાર્યક્રમના અંતે આભારવિધિ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ.(૩૭.૨)
(11:21 AM IST)










