News of Tuesday, 9th September 2025
નરેન્દ્રભાઇના માતા વિષે અભદ્ર ભાષાના ઉપયોગ સામે ભાજપ મહીલા મોરચા દ્વારા ધરણા

રાજકોટ : બિહારમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માતાશ્રી વિષે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અપમાનીત કરાતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઇ દવે, મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા અને વિરેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, શહેર યુવા મોરચાના પ્રમુખ કિશનભાઇ ટીલવા, શહેર મહિલા કોર્પોરેટરોની આગેવાનીમાં ધરણા ઉપર ઉતરી ગયા હતા. આ અપમાન ગુજરાતની પ્રજાનું અપમાન હોવાનો આક્રોશ વ્યકત કરાયો હતો. આ તકે મહિલાઓએ કોંગ્રેસના રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા હતા. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ અપમાનજનક અભદ્ર ભાષા પ્રયોગના વિરોધમાં કિશાનપરા ચોક ખાતે ધરણા કરી બેનર અને પ્લે કાર્ડ પ્રદર્શીત કરી વિરોધ નોંધાવાયો હતો. આ વિરોધ પ્રદર્શનમાં શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મેયર નયનાબેન પેઢડીયા, મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહીલા કોર્પોરેટર સહીતના જોડાયા હતા. આવેદનપત્ર સુપ્રત કરી નારાજગી વ્યકત કરાઇ હતી. શહેર ભાજપના હોદેદારો, કોર્પોરેટરો, વિવિધ મોરચાના આગેવાનો અને વિશાળ શ્રેણીમાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં સાથે જોડાયા હતા.
(1:58 PM IST)










