News of Tuesday, 9th September 2025
જેસીઆઇ રાજકોટ સિલ્વર દ્વારા ‘જેસીઆઇ સપ્તાહ ૨૦૨૫' ઉજવણીનો આજથી પ્રારંભ

રાજકોટ તા. ૯ : જેસીઆઇ રાજકોટ સિલ્વર દ્વારા જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (જેસીઆઇ ઇન્ડિયા)ના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પણ ‘જેસીઆઇ સપ્તાહ ૨૦૨૫'નું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જેસીઆઇ રાજકોટ સિલ્વરના આગેવાનોએ જણાવ્યુ હતુ કે ‘પ્રિઝમ ૧૧૦ જેસીઆઇ વીક ૨૦૨૫' તરીકે ઓળખાતા આ સપ્તાહના ૭ દિવસ દરમિયાન દરરોજ ર અલગ અલગ કાર્યક્રમો અપાશે.
જેમાં જેસીઆઇના દરેક સભ્યો વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, સેવા આધારીત કાર્યક્રમો દ્વારા સમાજમાં પ્રકાશ અને સકારાત્મકતા ફેલાવશે. સપ્તાહ દરમિયાન સમાજ સેવા, તાલીમ, લીડરશીપ ડેવલપમેન્ટ, રમત ગમત, આરોગ્યને લગતી પ્રવૃત્તિ, સોશિયલ અને બિઝનેશ તથા નેટવર્કીંગ પ્રવૃત્તિઓ, જાહેર જાગૃતિ અભિયાન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો હાથ ધરાશે.
આ સપ્તાહભરના કાર્યક્રમોને સફળ બનાવવા જેસીઆઇ રાજકોટ સિલ્વરના પ્રમુખ જેસી પિયુષ વલેરા, સચિવ જેસી રાજકુમાર પાટડીયા, ઉપપ્રમુખ જેસી ચેતન ચૌહાણ, જેસી યતીન હિંગુ, જેસી હિના નર્સીયન, જેસી મિત ચાવડા, જેસી રવિ પોપટ, જેસી રૂપલ વલેરા, જેસી લીના જોલાપરા અને સંસ્થાના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
જેસીઆઇ રાજકોટ સિલ્વર દ્વારા દરેક સભ્યો માટે અને અન્ય યુવાન યુવતીઓ માટે પ્રતિવર્ષ કલાસરૂમ અને પ્રોજેકટસના માધ્યમથી ‘સોફટ સ્કીલ અને લીડરશીપ ડેવલપમેન્ટના કાર્યક્રમો સોશિયલ તથા બિઝનેસ નેટવર્કીંગ, સામાજિક અને સેવા આધારિત કાર્યક્રમો આયોજીત થાય છે.
સંસ્થાના સભ્ય તરીકે જોડાવા ઇચ્છુક કોઇપણ વયના યુવક યુવતીઓ પ્રમુખ પિયુષ વલેરા (મો.૯૮૨૪૫ ૦૯૭૮૬) અથવા સચિવ રાજકુમાર પાટડીયા (૯૮૭૯૬ ૬૮૯૩૧)નો સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જેસીઆઇ સિલ્વરના પ્રમુખ પિયુષ વલેરા, ઉપપ્રમુખ ચેતન ચૌહાણ, જેસી રૂપલ વલેરા, જેસી હુસૈન વખારીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:04 PM IST)










