<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

ભારતીય સેનામાં ભરતી થવામાં સફળ ન થતાં દિવ્‍યેશનો ઝેરી દવા પી આપઘાત

કોઠારીયાની સુંદરમ્‌ પાર્ક સોસાયટીમાં બનાવ એકવીસ વર્ષના યુવાને એક મહિનાની સારવાર બાદ દમ તોડયોઃ યુવાન દિકરાના મૃત્‍યુથી પાનસુરીયા પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૯: કોઠારીયા ગામ પાસેની સોસાયટીમાં રહેતાં યુવાને એક મહિના પહેલા ઝેરી દવા પી લેતાં સારવાર હેઠળ હતો. તેનું સારવારમાં મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ આ યુવાન ભારતીય સેનામાં ભરતી થવા, ફોૈજી બનવા માટે તૈયારી કરી રહ્યો હતો. પરંતુ તેમાં સફળતા ન મળતાં દુઃખી થઇ આ પગલુ ભર્યુ હતું.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા ગામની સામે ડાયમંડ પાર્ટી પ્‍લોટ સુંદરમ પાર્ક સોસાયટી શેરી નં.૨ બ્‍લોક નં. ૭૨માં રહેતા દિવ્‍યેશભાઈ વિનોદભાઈ પાનસુરીયા (ઉ.વ.૨૧) નામના યુવાને ગત. તા.૩/૮ના પોતાના ઘરે ઝેરી પાવડર પી લેતાં ગોંડલની ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયેલ. જ્‍યાં સારવાર અપાવાયા બાદ રાજકોટની ખાનગી હોસ્‍પિટમલાં દાખલ કરાયેલ. છત્રીસ દિવસની સારવાર બાદ તેનું મૃત્‍યુ થયું હતું.

બનાવની જાણ આજીડેમ પોલીસને થતાં હેડકોન્‍સ. એચ. જે. ચોૈહાણ સહિતે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનાર દિવ્‍યેશભાઇ  બે ભાઈમાં નાનો હતો. સગાના કહેવા મુજબ દિવ્‍યેશભાઇને આર્મીમાં ભરતી થયું હતું અને આ માટે તે તૈયારી કરી પરિક્ષા આપતો હતો. પરંતુ તેમાં સફળ ન થતાં નાસીપાસ થઇ જતાં આ પગલુ ભર્યુ હતું. યુવાન દિકરાના મૃત્‍યુથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(2:16 PM IST)