તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
વિદ્યાર્થીઓની રેલીમાં માફીયારાજ જેવા દ્રશ્યોઃ ખુલ્લી જીપો અને કારની વિન્ડોમાંથી અડધા બહાર લટકી ટ્રાફિક નિયમનનું સરેઆમ ઉલ્લંઘનઃ પોલીસ બની મુક પ્રેક્ષક!

રાજકોટઃ આજે યુનિવર્સિટી રોડ પરથી યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશેલી અખિલ ભારતી વિદ્યાર્થી પરિષદની રેલીમાં માફીયારાજ જેવા દ્રશ્યો સર્જાયા હતા. શહેરીજનો આવા દ્રશ્યો જોઇ ચોંકી ઉઠયા હતા. લોકોમાં તેવી ચર્ચા ચાલી હતી કે, ખુલ્લી જીપો અને કારના બોનેટ અને વિન્ડો ઉપર બેઠેલા વિદ્યાર્થીઓ ‘‘વિદ્યાર્થીઓ'' નહિ પરંતુ કોઇ ગેંગના સભ્યોની માફક વર્તી રહયા હતા. જે દ્રષ્ટિગોચર થયું હતું તેમાં ટ્રાફિક નિયમનનો સરેઆમ ભંગ નજરે પડયો હતો. આ રેલી દરમ્યાન કોઇ અકસ્માત સર્જાયો હોત અને કોઇનો લાડકવાયો છીનવાયો હોત તો કયુ તંત્ર જવાબદાર બન્યુ હોત...? એક માહિતી મુજબ રેલીની મંજુરી લેવામાં આવી હતી. પરંતુ રેલીમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરવાની છુટ થોડી આપવામાં આવે છે?! તેવો વેધક પ્રશ્ન પણ થઇ રહયો હતો. બંદોબસ્તમાં રહેલી પોલીસ ઉન્માદમાં આવી ગયેલા વિદ્યાર્થીઓને શાનમાં સમજાવી શકી હોત. (ફોટોઃ સંદિપ બગથરીયા)
(2:47 PM IST)










