તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
વિદ્યાર્થીઓના પ્રશ્ને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં NSUIનો ઉગ્ર ઘેરાવ
જીકાસ પધ્ધતિ દુર કરો, પરીક્ષાના પરિણામ સમયસર જાહેર કરો, પીએચડીના છાત્રો, બાંધકામ સહિત ૮ પ્રશ્નો અંગે કુલપતિ ઉત્પલ જોશીને રજૂઆત-તોડફોડઃ ઇન્દ્રવિજયસિંહ ગોહીલ, નરેન્દ્ર સોલંકીના નેતૃત્વમાં સેકડો છાત્રો જોડાયા

રાજકોટઃ અનેક સમસ્યાઓ અને પ્રશ્નોથી ઘેરાયેલી સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા ઉગ્ર દેખાવો કરીને વિવિધ આઠ પ્રશ્ને રજુઆત કરવામાં આવી હતી. પ્રસ્તુત તસ્વીરમાં સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉમટેલ સેંકડો વિદ્યાર્થીઓ અને કુલપતિ ઉત્પલ જોશીને આવેદન પત્ર પાઠવતા એનએસયુઆઇના આગેવાનો નજરે પડે છે. પોલીસે કડક બંદોબસ્ત જાળવ્યો હતો. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ, તા. ૯: અનેક પ્રશ્નોથી ઘેરાયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે આજે NSUI અને કોંગ્રેસ દ્વારા કુલપતિને ઉગ્ર ઘેરાવ કરીને ૮ પ્રશ્નોની રજુઆત કરી છે. ઉગ્ર દેખાવોમાં સેંકડો વિદ્યાર્થીઓ જોડાયા હતા. એક દરવાજાના કાચમાં તોડફોડ કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે ઉગ્રદેખાવ બદલ પોલીસે NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત ર૦ થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે થયેલી રજુઆતમાં કાર્યકારી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ડો. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ડો. નિધી બારોટ, આસેત્યસિંહ ગોહીલ, ડો રાજદિપસિંહ જાડેજા, ડો. હરદેવસિંહ જાડેજા, બ્રીજરાજસિંહ રાણા, હરપાલસિંહ જાડેજા, અલ્પેશ સાધરીયા, રીયાઝ સુમરા, નીતિન ભંડેરી, હીરલબા રાઠોડ, પ્રાર્થીવરાજસિંહ કઠવાડીયા સહિતની આગેવાનીમાં ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા.
કુલપતિ ઉત્પલ જોશીને આપવામાં આવેલ આવેદનમાં જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં બે વર્ષથી GCAS ના માધ્યમથી થતી પ્રવેશ કાર્યવાહીથી સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં પરેશાન થાય છે. GCAS પદ્ધતિ કોલેજોના પ્રવેશ માટે દૂર કરવામાં આવે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુદા જુદા વિષયોની પરીક્ષાઓ લેવાયા બાદ પરિણામો ૪ થી ૬ મહિના સુધી આવતા નથી. પરિણામમાં ખૂબ ભૂલો આવે છે. વિદ્યાર્થીઓને હાજર હોય છતાં પણ ગેરહાજર દર્શાવેલી માર્કશીટો મળે છે. પરીક્ષા વિભાગમાં એન્ટિકરપ્શન બ્યૂરો દ્વારા-રેડ પાડવામાં આવી હતી. ખાડે ગયેલું પરીક્ષા તંત્ર સુધારવામાં આવે તેવી માંગણી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં નવા જોડાયેલા અધ્યાયક સહાયકોને અનુતાાતક શિક્ષક તરીકે માન્યતા આપવામાં આવતી નથી. અધ્યાપકોને અન્યાય કરતો આ નિર્ણય તાત્કાલિક રદ કરવામાં આવે.
આવેદન પત્રમાં વધુમાં જણાવેલ કે સમગ્ર ગુજરાતની લગભગ તમામ યુનિવર્સિટીઓમાં કોલેજના અધ્યાપકોને પી.એચડી. માર્ગદર્શક તરીકે માન્ય કરવામાં આવ્યા છે અને છાત્રો ફાળવવામાં આવ્યા છે. દરેક યુનિવર્સિટીઓમાં ૪૦૦ થી ૫૦૦ વિદ્યાર્થીઓને પી.એચડી.માં પ્રવેશ મળવાનો છે. એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોલેજના અધ્યાપકોને પી.એચડી. માટે વિધાર્થીઓને ન ફાળવવાનો નિર્ણય આ વર્ષે આપે કર્યો છે પરિણામે આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Phd માટે ફક્ત ૧૦૦ બેઠકો થઈ છે . આ નિર્ણયને રદ કરી કોલેજના અધ્યાપકોને પી.એચડી. વિદ્યાર્થી ફાળવવામાં આવે, તેવી અમારી માંગણી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટમાં માત્ર બાંધકામ ઉપર ધ્યાન આપવાને બદલે વિદ્યાર્થીઓની કારકિર્દી ઉપર ધ્યાન આપવામાં આવે તે રીતે ચલાવવા અમારી માંગણી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષોથી વહીવટી કર્મચારીઓની નિમણૂકો થઈ નથી. કોન્ટ્રાકટના કર્મચારીઓ દ્વારા વહીવટ ચાલે છે. આ પદ્ધતિ દૂર કરીને કાયમી કર્મચારીની નિમણુંક કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
NEP ૨૦૨૦ મુજબ આવતા વર્ષે તાાતક કોલેજોમાં ચોથું વર્ષ ચાલુ થવાનું છે. તેની જાહેરાત કરવામાં આવે. કઈ કઈ કોલેજોમાં ચોથું વર્ષ ચાલુ થશે અને શું અભ્યાસક્રમ હશે તે જાહેર કરવામાં આવે.(૬.૧પ)
યુવતિને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દૂષ્કર્મ આચરી બાદમાં તરછોડી દીધી
મહિકા રોડની હોટેલમાં લઇ જઇ બળજબરી આચર્યાનો આરોપઃ આજીડેમ પોલીસે જયરાજ ઉર્ફ ગુરૂ વાઘેલા સામે ગુનો દાખલ કર્યો
રાજકોટ તા. ૯: શહેરમાં દૂષ્કર્મનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. જેમાં મહિકા રોડ પર શ્યામ કિરણ સોસાયટી-૧માં રહેતાં જયરાજ ઉર્ફ ગુરૂ મગનભાઇ વાઘેલા વિરૂધ્ધ આજીડેમ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
યુવતિની ફરિયાદ પરથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવતિએ આરોપ મુક્યો છે કે દોઢ બે વર્ષ પહેલા તે જયરાજ ઉર્ફ ગુરૂના સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ વખતે આરોપી જયરાજ ઉર્ફ ગુરૂએ પોતે લગ્ન કરવા ઇચ્છે છે તેમ કહી લગ્નનું વચન આપ્યું હતુ. ત્યારબાદ તે આ યુવતિને કપટ કરી અવાર-નવાર અલગ અલગ જગ્યાએ અને મહિકા રોડની એક હોટેલ ખાતે લઇ ગયો હતો અને ત્યાં દૂષ્કર્મ આચર્યુ હતું. જો કે બાદમાં યુવતિએ લગ્નની વાત કરતાં તે ફરી ગયો હતો અને લગ્નની ના કહી દીધી હતી. આ અંગે યુવતિએ આજીડેમ પોલીસને જાણ કરતાં ઉચ્ચ અધિકારીની રાહબરીમાં પીએસઆઇ વી. એમ. બરાડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(2:54 PM IST)










