<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

વોર્ડ નં. ૯ના કોર્પોરેટર જીતુભાઇ કાટોડીયાના ભાઇ રાજુભાઇનું હૃદયરોગના હુમલાથી મૃત્‍યુ

૪૯ વર્ષના રાજુભાઇ રાતે ઘરે એકાએક ઢળી પડયાઃ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં ગમગીનીઃ સવારે હનુમાન મઢી પાસે શિવપરામાંથી અંતિમયાત્રા નીકળી

રાજકોટ તા. ૯: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્‍યુ થયું છે. શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી પાસે ભગવતી હોલવાળી શેરી શિવપરા-૨માં રહેતાં વોર્ડ નં. ૯ના ભાજપ કોર્પોરેટર જીતુભાઇ મનુભાઇ કાટોળીયાના નાના ભાઇ રાજુભાઇ મનુભાઇ કાટોળીયા (ઉ.વ.૪૯)નું હૃદય રોગના હુમલાથી મૃત્‍યુ થતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો છ.ે

રાજુભાઇ કાટોળીયા રાતે સાડા દસેક વાગ્‍યે ઘરે હતાં ત્‍યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં તત્‍કાળ તેમને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે તેમને નિષ્‍પ્રાણ જાહર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. 

(2:55 PM IST)