<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

સરધાર પાસેથી સુનિલ દાફડા કારમાં ૨૦૦ લિટર દેશી દારૂ સાથે પકડાયો

પીસીબીના વિજયભાઇ મેતા, યુવરાજસિંહ રાણાની બાતમીથી આટકોટના શખ્‍સને પકડી લેવાયો

રાજકોટઃ શહેર પીસીબી ટીમે સરધાર ગામથી સુકી સાજડીયાળી ગામના રોડ પર બાતમીના આધારે ટાટા પંચ કાર સાથે સુનિલ ઉર્ફ ચુનીલાલ મનુભાઇ દાફડા (ઉ.વ.૩૩-રહે. આટકોટ ગામ કૈલાસનગર)ને રૂા. ૪૦૦૦૦ના ૨૦૦ લિટર દેશી દારૂ સાથે પકડી લીધો હતો. આ શખ્‍સ કારમાં દેશી દારૂનો જથ્‍થો લઇને નીકળ્‍યો છે તેવી બાતમી વિજયભાઇ મેતા, યુવરાજસિંહ રાણાને મળતાં આ કાર્યવાહી કરી દારૂનો જથ્‍થો, જીજે૦૨એક્‍યુ-૬૨૧૪ નંબરની કાર કબ્‍જે કરાઇ હતી. પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જ.ે હુણ, પી. બી. ત્રાજીયા, સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહિપાલસિંહ ઝાલા, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હરદેવસિંહ રાઠોડ, હેડકોન્‍સ. કરણભાઇ મારૂ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, કિરતસિંહ જાલા, હરદેવસિંહ રાણા, રાહુલગીરી ગોસવમી, દેવરાજભાઇ કલોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિેરનભાઇ સોલંકી અને હિરેન્‍દ્રસિંહ પરમારે આ કામગીરી કરી હતી. (૧૪.૧૪)

(3:08 PM IST)