<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

હેલ્‍મેટના કાયદાની ફરજિયાત અમલવારી રોકવા રાજકોટ શહેર ભાજપ લીગલ સેલની ચીમકી

રાજકોટ તા. ૯ : રાજકોટ સહિત રાજ્‍યભરમાં   હેલમેટનો કાયદો ફરજિયાત કરવાનો નિર્ણયને પગલે પોલીસ તંત્ર પ્રથમ દિવસે હેલ્‍મેટ વિનાના વાહન ચલાવતા ટુ-વ્‍હીલર ઉપર તૂટી પડી હતી અને  દંડ વસૂલવાની ડ્રાઈવ ચલાવી હતી. જેથી શહેરમાં સિનિયર સિટીઝનો ,સામાન્‍ય નાગરિક ની અને વકીલો  સહિતના વાહનચાલકોમાં રોષ ફાટી નીકળ્‍યો હતો. ટુ વ્‍હીલરને પડતી મુશ્‍કેલી ની નોંધ લઈ જેને પગલે   શહેરી વિસ્‍તારમાં હેલમેટને નાબૂદ કરવા માંગણી  સાથે રાજકોટ ભાજપ લીગલ સેલે રાજકોટ શહેર પ્રમુખ, ધારાસભ્‍યો, અને સાસંદ ને આ અમલવારી માં દરમિયાનગીરી  કરવા રજૂઆત કરેલ. અને શહેરી વિસ્‍તારમાં હેલ્‍મેટ ની અમલવારી મોકૂફ રાખવી તેવું ગુજરાતમાં સરકાર માં રજુઆત કરવાની હૈયા ધારણા આપવામાં આવી છે. જો શહેરી વિસ્‍તારોમા હેલ્‍મેટ ના કાળા કાયદા ની અમલવારી મોકૂફ રાખવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હેલ્‍મેટ નો વિરોધ કરી અને લડત નું રણસિંગું મૂકવામાં આવશે તેમ શહેર ભાજપ લીગલ સેલના સંયોજક  પિયુષભાઈ શાહ  અને સહસંયોજક  કમલેશભાઈ ડોડીયા ની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે. (૩.૧૪)

(3:25 PM IST)