તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
મનપામાં કામ હળવુ થશેઃ ૩પ જુ.કલાર્કની નિમણુંક
તંત્રમાં ખાલી રહેલી ૧ર૮ જગ્યાઓ માટે કામગીરી કરાઇ હતી : ઇડબલ્યુએસ તથા બિન અનામત કેટેગરીના ઉમેદવારોને નિમણુંકપત્રો સોંપાયાઃ પસંદ થયેલ અન્યોને વહીવટી પ્રક્રિયા બાદ અપાશે

રાજકોટ,તા.૯: મ્યુનિ. કોર્પોરેશનમાં વર્ગ-૧અને વર્ગ-૩ સુધીની વિવિધ ખાલી જગ્યાની ભરતી માટે પ્રક્રિયા હાથધરવામાં આવી છે. જે અન્વયે થોડા સમય પહેલા જૂનીયર કલાર્કની ૧;૨૮ જગ્યા માટે પરીક્ષા લેવામાં આવી હતી આ પરીક્ષા પરીણામ બાદ મેરીટના આધારોજનરલ કેટેગરીના પ્રથમ૩૪ ઉમેદવારોન આજે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા અને વિવિધ શાખા સોપવામાં આવી છે. આ નિમણૂકથી કામનું ભારણ હળવું થશે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા જુનિયર કલાર્કની ૧૨૮ જગ્યા ભરવા માટે થયેલી પ્રક્રિયા અંતર્ગત તા.૮ સપ્ટેમ્બર રોજ EWS અને બિન અનામત કેટેગરીના કુલ-૩૫ ઉમેદવારોને નિમણુક પત્ર આપવામાં આવેલ છે.
સિલેકટ થયેલા બાકીના ઉમેદવારોને જરૂરી વહીવટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિમણુક પત્ર અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ તંત્રની સતાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(4:07 PM IST)










