<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી દેવાતાં યુપીના સુમિતકુમારને ગંભીર ઇજા

સુરેન્‍દ્રનગર નજીક બનાવઃ ભીખારીને દસ રૂપિયા ન દેતાં બોલાચાલી થતાં ધક્કો દેવાયાનો મિત્રનો આક્ષેપ

રાજકોટ તા. ૯: સુરેન્‍દ્રનગર નજીક બરેલી-પોરબંદર એક્‍સપ્રેસ ટ્રેનમાં સફર કરી રહેલા મુળ યુપીના સુમિતકુમાર કનૈયાલાલ શક્‍સેના (ઉ.વ.૨૨)ને ચાલુ ટ્રેનમાંથી ધક્કો દઇ દેવાતાં પડી જતાં  ગંભીર ઇજા થઇ હતી. તેના મિત્રોએ ચેઇન ખેંચી ટ્રેન ઉભી રખાવી હતી. સુમિતને સુરેન્‍દ્રનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં સુરેન્‍દ્રનગર રેલ્‍વે પોલીસને જાણ કરી હતી.

યુપીથી ત્રણ મિત્રો ટ્રેનમાં બેસી જામનગર  નોકરી કરવા જતાં હતાં. સાથેના મિત્રએ આક્ષેપ કર્યો હતો હતો કે એક ભિખારીએ દસ રૂપિયા માંગ્‍યા હતાં જે ન આપતાં બોલાચાલી થઇ હતી. બાદમાં કોઇએ ધક્કો મારી દીધો હતો. સુમિતકુમાર બે ભાઇ અને બે બહેનમાં મોટો છે અને સંતાનમાં બે દિકરા તથા બે દિકરી છે. પોલીસે વધુત પાસ હાથ ધરી છે.

(3:59 PM IST)