તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો જગદીશ ઉર્ફે જગો પકડાયો
પેરોલ ફરલો સ્કવોડે સાયલાથી દબોચ્યો

રાજકોટ, તા.૧૦: વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા શખ્સને પેરોલ ફરલો સ્કવોડે સાયલાથી ઝડપી લીધો હતો. મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા શખ્સોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા ની સૂચનાથી પેરોલ ફરલો સ્કવોડના પીઆઇ. ભાર્ગવસિંહ ઝણકાટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.જી.તેરૈયા સ્ટાફ સાથે આરોપીની શોધમાં હતા. ત્યારે ક્રાઇમ બ્રાંચ પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં ફરાર શખ્સ સાયલામાં હોવાની બાતમી મળતા આરોપીની જગદીશ ઉર્ફે જગો સોંડાભાઇ લોહ (ઉ.વ.૨૭) (રહે. નોલીગામ તા.સાયલા)ને સાયલાથી ઝડપી લીધો હતો. આ કામગીરી પી.એસ.આઇ. જે.જી. તેરૈયા એ.એસ.આઇ. ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ રાજદીપસિંહ ચોૈહાણ,સીરાજભાઇ ચાનીયા,રોહીતભાઇ કછોટ, જયદિપસિંહ બોરાણા, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા કોન્સ. દોલતસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.
(2:10 PM IST)










