તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
રામવન વિસ્તારના એક કોમન પ્લોટમાં ગેરકાયદે કબ્જો : રજુઆત

રાજકોટ : શહેરના આજી ડેમ પાસે આવેલ રામવન વિસ્તારમાં મુકેશ પાર્કના કોમન પ્લોટમાં ગેરકાયદે કબ્જો કરવામાં આવી રહ્યાનો વિસ્તારવાસીઓએ આક્ષેપ સાથે મ્યુનિ. કમીશનરને પત્ર પાઠવી રજુઆત કરી હતી. આ અંગે વિસ્તારવાસીઓએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે મુકેશ પાર્ક રામવન રોડ સોસાયટીમાં જાહેર ઉપયોગ માટેનો એક કોમન પ્લોટ આપેલા નકશા મુજબ ફાળવવામાં આવેલ છે. પરંતુ છેલ્લા થોડા સમયથી સોસાયટીના કોમન પ્લોટ પર ગેરકાયદેસર રીતે કબ્જો કરવામાં આવી રહ્યો છે અને વ્યકિતગત ઉપયોગ માટે તેનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંગે તાકિદે તપાસ કરી યોગ્ય કરવા માંગ કરવામાં આવી રહી છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:54 PM IST)










