<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

મેયર નયનાબેન પેઢડીયાના બે વર્ષનો યશસ્‍વી કાર્યકાળઃ વિકાસ અને સેવાકાર્યોની અનોખી ગાથા

અનેક વિકાસલક્ષી પ્રોજેક્‍ટ્‍સની ભેટઃ રાજકોટ જળ સમળદ્ધ બન્‍યું: સૌની યોજનાથી પાણીની કટોકટી ભૂતકાળ બનીઃ સૌના સાથ સહકારથી રાજકોટનો સર્વાંગી વિકાસઃ શહેરીજનોને ઘરઆંગણે સેવાઓ મળી શહેરીજનોને પ્રાથમિક સુવિધાના કામો, આવાસ યોજના, અટલ સ્‍માર્ટ સિટી, ઇન્‍ડોર ગેમ્‍સ સ્‍પોર્ટ્‍સ સંકુલ, અન્‍ડરબ્રિજ, આર્ટ ગેલેરી, નવા આરોગ્‍ય કેન્‍દ્ર, નવી વોર્ડ ઓફિસ, નવી આંગણવાડી, સ્‍પોર્ટ્‍સ એક્‍ટિવિટી ઝોન સહિતના વિકાસલક્ષી પ્રોજેકટ્‍સની સાથોસાથ આંતરરાષ્‍ટ્રીય પતંગોત્‍સવ, મ્‍યૂઝિકલ નાઈટ, લોકડાયરા, આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ, ગાંધી ધૂન, હિન્‍દી હાસ્‍ય કવિ સંમેલન, દિવાળી ઉત્‍સવ, મટકી ફોડ સ્‍પર્ધા, શ્રેષ્‍ઠ ગણેશ પંડાલ સ્‍પર્ધા, આતશબાજી, રન ફોર યુનિટી જેવા સાંસ્‍કળતિક કાર્યક્રમ થકી મનોરંજન પુરૂ પાડેલ છે નાગરિકોને પોતાના નિવાસ સ્‍થાનથી નજીકના સ્‍થળે મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ ઉપલબ્‍ધ બને તે માટે વોર્ડ નં.૧૮, ટી.પી.સ્‍કીમ નં.૧૨(કોઠારીયા), એફ.બી.નં.૧૫/એ, બોલબાલા ૮૦ ફૂટ મેઈન રોડ, રાધે ચોક, રાધાકળષ્‍ણ સોસાયટીની બાજુમાં વોર્ડ નં.૧૫,૧૬,૧૭,૧૮ના નાગરિકો માટે રૂ.૨૭.૫૮ કરોડના ખર્ચે અલગ સુવિધાયુક્‍ત સાઉથ ઝોન ઓફિસ નિર્માણ કરવાના કામનો શુભારંભ કરવામાં આવ્‍યો

રાજકોટ, તા. ૧૦ : રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાનો બે વર્ષનો કાર્યકાળ આવતીકાલે તા. ૧૧ સપ્‍ટેમ્‍બરના પૂર્ણ થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, તેમણે રાજકોટને વિકાસ, સુવિધાઓ અને સંવેદનશીલ નિર્ણયોની અનોખી ભેટ આપી છે.  તેમના કાર્યકાળમાં શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ, આવાસ યોજનાઓ, માળખાકીય વિકાસના પ્રોજેક્‍ટ્‍સ, અનેકવિધ સાંસ્‍કળતિક કાર્યક્રમો, તથા સમાજના નબળા વર્ગો માટે વિશેષ સેવાઓ ઉપલબ્‍ધ કરાવાઈ.

વિકાસની અવિરત યાત્રા અને માળખાકીય સુવિધાઓનો વિકાસઃ  મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના નેતળત્‍વ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મોટા પ્રોજેક્‍ટ્‍સ હાથ ધર્યા. કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારના સહયોગથી, વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદી અને ગુજરાતના  મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, રૂા.૭૯૩.૪૫ કરોડ અને રૂા.૫૬૫.૬૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્‍પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યા. આમાં આંતરરાષ્‍ટ્રીય સ્‍તરનું ઇન્‍ડોર ગેમ્‍સ સ્‍પોર્ટ્‍સ સંકુલ અને ડૉ. શ્‍યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી જેવી અનોખી ભેટનો સમાવેશ થાય છે.

શહેરના વિકાસની ગતિશીલતાનો ખ્‍યાલ તેના આંકડાઓ પરથી સ્‍પષ્ટ થાય છેઃ ૨૦૦૦ કિલોમીટરથી વધુનું રોડ નેટવર્ક, ૯૬ પ્રાથમિક શાળાઓ, ૬ હાઈસ્‍કૂલો, ૧૭૩ બગીચાઓ, ૯ સ્‍પોર્ટ્‍સ ગ્રાઉન્‍ડ, ૫ તાાનાગાર અને ૭ લાયબ્રેરી જેવી સુવિધાઓ ઉપલબ્‍ધ છે.

જળ સમળદ્ધિ અને શહેરી પરિવહનમાં ક્રાંતિ એક સમયની પાણીની તંગી ધરાવતા રાજકોટને જળ સમળદ્ધ બનાવવામાં મેયરશ્રીના કાર્યકાળનું મોટું યોગદાન રહ્યું છે. ૅસૌની યોજનૉ થકી નર્મદાના નીર રાજકોટ સુધી પહોંચતા, પાણીની સમસ્‍યા ભૂતકાળ બની છે. હવે શહેરના દરેક ઘરમાં નળ ચાલુ કરતા જળ આવે છે. આ ઉપરાંત, શહેરી પરિવહનને સુધારવા અને પ્રદૂષણ ઘટાડવા માટે ૧૩૮ ઇલેક્‍ટ્રિક બસ અને ૧૦૦ સીએનજી બસ સહિત કુલ ૨૩૮ બસો કાર્યરત કરવામાં આવી છે. આ માટે ગોંડલ ચોકડી પર ઇલેક્‍ટ્રિક બસોના ર્ચાજિંગ સ્‍ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્‍યું છે.

સામાજિક સંવેદનશીલતા અને નાગરિકો માટેના નિર્ણયો મેયરશ્રીએ પોતાના કાર્યકાળમાં સમાજના સંવેદનશીલ અને જરૂરિયાતમંદ લોકો માટે અનેક કલ્‍યાણકારી નિર્ણયો લીધા છે. સિનિયર સિટીઝન્‍સ અને દિવ્‍યાંગોને બસ સેવામાં મફત મુસાફરીની સુવિધા, તેમને લાયબ્રેરીનું મફત સભ્‍યપદ, જન્‍મ અને મરણના પ્રમાણપત્રોની પાંચ નકલો મફત આપવી, અને કિડનીના દર્દીઓ માટે આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે મફત ડાયાલિસિસની સુવિધા શરૂ કરવી એ આ નિર્ણયોના ઉદાહરણ છે. વધુમાં, નાગરિકોની સુવિધા માટે ૧૫૫૩૦૪ શોર્ટ કોડ નંબરવાળી ફરિયાદ નિવારણ પદ્ધતિને આધુનિક બનાવવામાં આવી છે.

વહીવટી સુધારાઓ અને કાર્યક્ષમતામાં વધારો રાજકોટનો વિસ્‍તાર વધતાં મહાનગરપાલિકાની જવાબદારીઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. નાગરિકોને પોતાના રહેઠાણથી નજીકના સ્‍થળે સેવાઓ મળે તે માટે રૂા.૨૭.૫૮ કરોડના ખર્ચે ૅસાઉથ ઝોનૅ કચેરીનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્‍યું છે, જે વોર્ડ નં. ૧૫, ૧૬, ૧૭, અને ૧૮ના નાગરિકોને સેવા આપશે. આ ઉપરાંત, વિવિધ વિભાગોની કાર્યક્ષમતા વધારવા માટે આધુનિક વિજીલન્‍સ ગુણવત્તા નિયંત્રણ લેબોરેટરી, ફાયર એન્‍ડ ઈમરજન્‍સી સર્વિસીઝ માટે નવા વાહનો, અને સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ માટે નવાં ટિપર ટ્રક અને બેકેહો લોડર (જેસીબી) વાહનો પણ ફાળવવામાં આવ્‍યા છે.

આભાર અને ભવિષ્‍યની અપેક્ષાઓઃ મેયર નયનાબેન પેઢડીયાએ આ તમામ વિકાસ કાર્યોમાં મળેલા સહયોગ બદલ રાજ્‍યના આદરણીય મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ, રાજકોટના ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદો પરસોતમભાઈ રૂપાલા અને રામભાઈ મોકરિયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવભાઈ દવે, ધારાસભ્‍યો શ્રી ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, અને શ્રી રમેશભાઈ ટીલાળા, ડેપ્‍યુટી મેયરશ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શહેર ભાજપના મહામંત્રીઓ અશ્વિનભાઈ મોલિયા અને વિરેન્‍દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, ભાજપ સંગઠનનાં હોદ્દેદારો, તમામ અધિકારીઓ - કર્મચારીઓ, શહેરની ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક સંસ્‍થાઓ, અને ખાસ કરીને ૅરંગીલા રાજકોટૅની જનતા તથા પ્રેસ-મિડીયાના પ્રતિનિધિઓનો હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કર્યો છે. નયનાબેન આશા વ્‍યક્‍ત કરી છે કે ભવિષ્‍યમાં પણ આ જ રીતે સૌના સહકારથી રાજકોટની વિકાસયાત્રા અવિરત આગળ વધતી રહેશે.

પ્રોજેક્‍ટ્‍સની ઝલક

*પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૩૦૪ નવા આવાસોની ફાળવણી.

*અટલ સરોવરૅ અને ૅએમ્‍યુઝમેન્‍ટ પાર્કનું લોકાર્પણ.

*શહેરમાં ૪૩ સ્‍વાસ્‍થ્‍ય અને સુખાકારી કેન્‍દ્રો શરૂ કરાયા.

*  આધુનિક ફાયર ફાઈટર વાહનો અને સ્‍વચ્‍છતા માટેના સાધનોની ખરીદી.

*ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી કલા પ્રદર્શન કેન્‍દ્રૅનું લોકાર્પણ.(૯.ર૮)

(3:13 PM IST)