<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

પુનીતનગર કર્મચારી સોસાયટીમાં કનુભાઇ ટોળીયાએ ગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા કરી

બિમારીથી કંટાળી જઇ પગલુ ભર્યુઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૯: શહેરના ગોંડલ રોડ પર વાવડી નજીક પુનિતનગર પાણીના ટાંકા પાસે કર્મચારી કો. ઓપરેટીવ સોસાયટીમાં રહેતાં કનુભાઇ ભુરાભાઇ ટોળીયા (ઉ.વ.૬૫) નામના વૃધ્‍ધે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ કનુભાઇએ ઘરે લાકડાની આડીમાં ગળાફાંસો ખાઇ લીધાની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના તબિબે       તેમને મૃત જાહેર કરતાં તાલુકા પોલીસ મથકના હેડકોન્‍સ. નિલેષભાઇ ચાવડાએ ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

આપઘાત કરનાર કનુભાઇ ટોળીયા બે બહેન અને ત્રણ ભાઇમાં મોટા હતાં. તેમને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. ડાયાબીટીસ સહિતની બિમારી હોઇ કંટાળીને આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. મોભીના મૃત્‍યુથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૯)

(3:42 PM IST)