<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

બેન્‍કિંગ ક્ષેત્રની વર્તમાન પરિસ્‍થિતિ અને ભવિષ્‍યમાં આવનાર પડકારો બાબતે ચિંતન

સહકાર ભારતી અર્બન કો ઓપરેટિવ બેન્‍કનું રાષ્ટ્રીય અધિવેશન જયપુર ખાતે બિરલા હોલ ભવ્‍ય પ્રારંભ

જયપૂરઃ સહકાર ભારતી અર્બન કો-ઓપરેટીવ બેંકનું રાષ્ટ્રીય અધિવેશનનો જયપુર ખાતે બિરલા હોલ ખાતે  આજરોજ ભવ્‍ય પ્રારંભ થયો છે.

  બે દિવસ ચાલનારા શહેરી સહકારી બેંકોના આ અધિવેશનના ઉદ્ધાટન સત્રમાં રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી  મદનલાલ શર્મા  તથા સહકારિતા મંત્રી શ્રી ગૌતમજી દક  ઉપસ્‍થિત રહ્યા છે.સમાપન સત્રમાં રાજસ્‍થાનના રાજ્‍યપાલ શ્રી હરિભાઉજી બાગડે માર્ગદર્શન કરશે.

અધિવેશનને સહકારભારતીને રાષ્ટ્રીય અધ્‍યક્ષ શ્રી ઉદય જોશીજી તથા રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાના ડાયરેક્‍ટર શ્રી સતીશજી મરાઠે અને મહામંત્રી શ્રી દિપકજી ચોરસીયા સંબોધન કરી રહ્યા છે. અધિવેશન મુખ્‍ય વિષયો સાયબર સિક્‍યુરિટી પર હૈદરાબાદથી માનનીય કૃષ્‍ણશાષીજી, બેંકના કર્મચારીઓની જવાબદારી તથા નવા કર્મચારીઓની ભરતી વિષય પર ટીજેએસબી બેંક,ઠાણેના અધ્‍યક્ષ શરદ બી. ગાંગલ માર્ગદર્શન કરશે. ડિજિટલ બેન્‍કિંગ,ડેટા એનાલિસિસ તથા બિઝનેસ ઇન્‍ટેલિજન્‍સીના વિષય પર શ્રી અજય નિકુંભ, શ્રી યોગેશ વાળુંજકર,તથા પ્રકાશ સિંધે કરશે.

આ ઉપરાંત વન ટાઈમ સેટલમેન્‍ટ, પ્રોમ્‍પ્‍ટ કરેક્‍ટીવ એક્‍શન,રાઈટ ઓફ જેવા વિષયો પર સંવાદ થશે.

રાજકોટની ૯ અર્બન કો ઓપરેટિવ બેન્‍ક ઓફ પૈકી ૮ કોઓપરેટીવ બેંકો નું પ્રતિનિધિત્‍વ  રહ્યું છે. ઉપરાંત સાત બેંકના ચેરમેન કે સીઈઓ આ સંમેલનમાં  ઉપસ્‍થિત રહ્યા છે.

સહકારી આગેવાન શ્રી જ્‍યોતિન્‍દ્રભાઈ મહેતા ચેરમેન નેશનલ અર્બન કોપરેટીવ ફાઇનાન્‍સ એન્‍ડ ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન, સહકારી ભારતીના પ્રદેશના ઉપાધ્‍યક્ષ શ્રી નલીનભાઈ વસા, અર્બન કો ઓપરેટિવ બેંકના પ્રકોષ્ઠના સંયોજક શ્રી દિપકભાઈ પટેલ, સહસંયોજક શ્રી દિપકભાઈ મકવાણા, રાજકોટ નાગરિક બેંકના ચેરમેન ડો. શ્રી દિનેશ ભાઈ પાઠક, વિજય બેંકના ચેરમેન નિકુંજ ભાઈ ધોળકિયા, વાઇસ ચેરમેન શ્રીધીરેનભાઈ પારેખ, આર,સી,સી બેંકના સીઈઓ શ્રી પુરુષોત્તમ ભાઈ પીપળીયા, ધીકોપરેટીવ બેંક ઓફ રાજકોટ લિ.બેંકના સીઈઓ જુલીબેન સાવલિયા,સહકારી આગેવાન શ્રી જીમીભાઈ દક્ષિણી ,રાજકોટ નાગરિક સહકારી બેંક ડિરેક્‍ટર શ્રીશૈલેષભાઈ મકવાણા, અશોકભાઈગાંધી, નવીનભાઈ પટેલ , કલ્‍પેશભાઈ પંચાસરા, સીઈઓ, શ્રી વિનોદભાઈ શર્મા, શ્રી સાગરભાઇ શાહ, વિજય કોમર્શિયલ બેંકના ડિરેક્‍ટર શ્રી જયેશભાઈ વસા, શ્રી તુલસીદાસ ગોંડલીયા, શ્રી ભીમરાજસિંહ ઝાલા એજીએમ ધી. કોઓપરેટીવ બેંક ઓફ રાજકોટ શ્રી વિજયભાઈ ખૂટ એજીએમ રાજકોટ પીપલ્‍સ કોપરેટીવ બેંક શ્રી ભાવેશભાઈ વી રાબડીયા (મેનેજર) રાજકોટ પીપલ્‍સ કોપરેટીવ બેંક, શ્રી રાજુભાઈ દુદાણી એ જી એમ સીટીઝન કોપરેટીવ બેંક, આશિષભાઈ જોશી આઇટી ઓફિસર સીટીઝન કો-ઓપરેટીવ બેંક તેમજ સૌરાષ્ટ્ર ભરમાંથી ઉપસ્‍થિત રહ્યાનું ડો.એન,ડી,શીલુ અને જયેશ સંઘાણી  મહામંત્રી ૯૪૨૮૨૦૦૫૨૦એ જણાવ્‍યું છે.

(3:53 PM IST)