<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

નેપાળ ગયેલા રાજકોટ જિલ્લાના નાગરિકોની મદદ માટે ઇમર્જન્‍સી નંબર જાહેર

રાજકોટ, તા. ૧૧: નેપાળ ગયેલા રાજકોટ જિલ્લાનાં નાગરિકોની મદદ માટે કાઠમંડુ સ્‍થિત ભારતીય દુતાવાસ તેમજ રાજકોટ જિલ્લા કંટ્રોલરૂમ દ્વારા ઇમર્જન્‍સી નંબર જાહેર કરાયા છે.

હાલમાં નેપાળમાં પ્રવર્તમાન પરિસ્‍થિતિ ધ્‍યાનમાં રાખી રાજકોટ જિલ્લાની કોઈ પણ વ્‍યક્‍તિ નેપાળમાં હોય અને તેમને કોઈ મદદની જરૂર પડે તો, તેઓ કાઠમંડુ સ્‍થિત ભારતીય દુતાવાસ ઈમરજન્‍સી નંબરઃ +૯૭૭-૯૮૦૮૬ ૦૨૮૮૧, +૯૭૭-૯૮૧૦૩ ૨૬૧૩૪ નંબર તેમજ રાજકોટ જિલ્લાના કંટ્રોલરૂમ નંબર (નાગરિકોની મદદ માટે) ૦૨૮૧-૨૪૭૧૫૭૩ નંબર પર સંપર્ક કરી શકે છે, તેમ જિલ્લા વહીવટીતંત્રની યાદીમાં જણાવાયું છે.(૬.પ)

(11:12 AM IST)