News of Thursday, 11th September 2025
વૈદ્યરાજ ડો.જયેશ પરમારનો જન્મદિવસ ગુજરાતભરમાંથી થઈ રહેલ અભિનંદનવર્ષા

રાજકોટઃ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આયુર્વેદ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર ગુજરાત આયુષના ડાયરેક્ટર વૈદ્યરાજ ડો. જયેશ પરમાર જન્મદિવસ ઉજવી રહ્યા છે. ગુજરાત આયુષ ના ડાયરેક્ટર તરીકેની તેમની તાજેતરની નિમણૂક બાદ આ જન્મદિવસની ઉજવણીમાં અનેકગણો આનંદ ઉમેરાયો છે. રાજ્યભરમાંથી તેમના પર અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.
ડો.જયેશ પરમારની સિદ્ધિઓઃ સચોટ નાડીનિદાન અને પંચકર્મઃ ડો. પરમાર નાડીનિદાન અને આયુર્વેદ પંચકર્મ સારવારમાં નિપુણ છે. તેમણે કેન્સર, પક્ષઘાત, સાયટીકા, તેમજ બાળકો અને ષીઓના રોગો જેવી અનેક જટિલ બિમારીઓની સફળ સારવાર કરી છે.
લોકસેવા અને નિઃસ્વાર્થ ભાવઃ કોરોના, ડેન્ગ્યુ અને સ્વાઈન ફલૂ જેવી મહામારીઓ દરમિયાન તેમણે ઉકાળા અને ઘરગથ્થુ ઉપચારો દ્વારા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જાગૃતિ ફેલાવી હતી. દર્દીઓ સાથેની તેમની આત્મીયતા અને નિઃસ્વાર્થ સેવાભાવને કારણે તેઓ ખૂબ લોકપ્રિય છે.
રાજકોટ આયુર્વેદ હોસ્પિટલના નિર્માણમાં યોગદાનઃ રાજકોટની સરકારી આયુર્વેદ હોસ્પિટલના નિર્માણમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ હોસ્પિટલમાં પંચકર્મ સારવાર ઉપલબ્ધ છે, જેનું ઉદ્ધાટન ૨૦૧૪માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આયુર્વેદના પ્રચાર-પ્રસારમાં યોગદાનઃ તેઓ લેખો, ટીવી કાર્યક્રમો અને વક્તવ્યો દ્વારા આયુર્વેદને સરળ ભાષામાં સમજાવીને લોકોમાં આયુર્વેદ પ્રત્યે જાગૃતિ ફેલાવી રહ્યા છે. ડો.પરમારે ૨૦૦૩માં રાજકોટની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, કરણપરા ખાતેથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને નિમણૂક પહેલાં તેમણે સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓના વિભાગીય નિયામક તરીકે પણ ઉત્તમ કામગીરી બજાવી હતી.
તેમના જન્મદિવસ નિમિત્તે, તેમના ચાહકો અને શુભેચ્છકો તરફથી તેમને ઉજ્જવળ ભવિષ્ય અને દીર્ઘાયુષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. મો.૯૩૨૮૨ ૯૦૨૭૧/૯૪૨૬૨૦૭૫૪૩/ ઇમેઇલઃ drparmarayu @yahoo.co.in (
(12:21 PM IST)










