<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

‘‘ચાલ અઢી પગલાંની'' નાટકના રાજકોટ, ધ્રોલ, દીવમાં સફળ કાર્યક્રમો

 

રાજકોટઃ ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમીની આર્થિક સહાય દ્વારા સાંસ્‍કૃતિક વારસા જાળવણી યોજના અંતર્ગત શૈલેન્‍દ્ર વડનેરે લિખિત અને ચેતન ટાંક દ્વારા દિગ્‍દર્શિત દ્વિઅંકી સસ્‍પેન્‍સ નાટક ‘‘ચાલ અઢી પગલાંની''ના ત્રણ સફળ શો રાજકોટ, ધ્રોલ અને દીવમાં યોજાયા. ધ્‍યાનમ પ્રોડક્‍શન્‍સ દ્વારા પ્રસ્‍તુત આ નાટકમાં આદિત્‍યરાજસિંહ ઝાલા, કાવ્‍યા ગઢવી, સોહમ કુવાડિયા, ધ્રુવી મકવાણા, ઋત્‍વિક ચાવડા, જયદીપ જાડા, હાર્દિક રાઠોડ, પ્રો.ડો.જીગ્નેશ ચાવડા જેવા કલાકારોએ અભિનય કર્યો. નાટકનું સંગીત સંચાલન આરવ અનુવાડિયા, પ્રકાશ રચના ચેતન ટાંક, સંગીત સંકલન ટીશા મહેતા, મેકઅપ હિમાંશુ પાડલીયા, નેપથ્‍ય રાજવીર રાઠોડ, ભાવિન, ભરત, હસમુખ અને રંગમંચ સજ્‍જા ધ્‍યાનમ પ્રોડક્‍શન્‍સ દ્વારા કરાયું. કાર્યક્રમનું સંચાલન હેતલ રાવલે કર્યું, જ્‍યારે કામ્‍યા ગોપલાણીએ ક્રિએટિવ એસોસિયેટ તરીકે ફાળો આપ્‍યો. કલાકારોએ નાટકના અનુભવને યાદગાર ગણાવ્‍યા. આદિત્‍યરાજસિંહ ઝાલાએ ટીમના પારિવારિક વાતાવરણની પ્રશંસા કરી, જયદીપ જાડાએ દિગ્‍દર્શકના વિશ્વાસ અને ટીમના સહકારનો ઉલ્‍લેખ કર્યો, જ્‍યારે ધ્રુવી મકવાણાએ આત્‍મવિશ્વાસ અને ટીમ વર્ક શીખવાની વાત કરી. ઋત્‍વિક ચાવડાએ પ્રેક્ષકોના પ્રતિસાદને અદભૂત ગણાવ્‍યો, અને બાળ કલાકાર સોહમ કુવાડિયાએ નાટકથી જીવનમાં આવેલા સકારાત્‍મક ફેરફારની વાત કરી. રાજકોટના કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, માધવ દવે, ભરત યાજ્ઞિક, પરેશભાઈ પોપટ, હિતેશ દિહોરા, વિરલ રાચ્‍છ, દિનેશ વિરાણી; ધ્રોલમાં ભરતભાઈ દલસાણીયા, હિતેશભાઈ ચનિયારા, વિજયાબેન બોડા; અને દીવમાં અમૃતાબેન અમરતલાલ, મોહનભાઈ લક્ષ્મણ, ક્રીડન શાહ, કીર્તિ ગોહેલ, વિપુલભાઈ સોલંકી, જગદીશભાઈ ચારંણીયા, વૈશાલીબેન મિલીન, ધીરજલાલ સોમા, કાનજી બાંમાણીયા, હર્ષાબેન રામજી, દિનેશભાઈ પાંજરી, સંદીપ જાદવ, ભારતીબેન સામજી, કરશન રાખા, વિપુલ ગોકળ, અનુપમાબેન પ્રેમજી, કૌશિક ધંજી, ઋષિરાજ યોગાનંદ, મોહન બામણીયા ઉપસ્‍થિત રહ્યા અને કલાકારોને પ્રોત્‍સાહન આપ્‍યું.

(1:24 PM IST)