<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

વર્લ્‍ડ સુસાઇડ પ્રિવેન્‍શન અવેરનેશ ડે નિમિતે મારવાડી યુનિ.ખાતે જીલ્લા કાનુની મંડળ દ્વારા લીગલ એઇડ કલિનિકનો વિશેષ કાર્યક્રમ યોજાયો

રાજકોટ, તા. ૧૦: વર્લ્‍ડ સુસાઈડ પ્રિવેન્‍શન અવેરનેસ ડે નિમિત્તે મારવાડી યુનિવર્સિટી, રાજકોટની ફેકલ્‍ટી ઓફ લો ના લીગલ એઇડ ક્‍લિનિક તથા રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્‍ત આયોજન હેઠળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમ મારવાડી યુનિવર્સિટીના પ્રાંગણમાં મૂટ કોર્ટ હોલ ખાતે યોજાયો હતો.

વિશિષ્ટ અતિથિ તરીકે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલ-ટાઈમ સેક્રેટરી તેમજ એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ, શ્રી એચ. વી. જોટાનિયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, શ્રી જે. એમ. કૈલા, પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર (સાયબર ક્રાઈમ), રાજકોટ ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના આગમન, પુષ્‍પગુચ્‍છ સ્‍વાગત, દીપપ્રજ્‍વલન તથા સરસ્‍વતી વંદનાથી કરવામાં આવી હતી. સ્‍વાગત ભાષણ ફેકલ્‍ટી ઓફ લોના ડીન. પ્રો. ડો. ઈશિતા ચેટર્જી મેડમ દ્વારા આપવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયાએ આત્‍મહત્‍યાના પ્રશ્ન અંગે સમાજમાં જાગળતિ લાવવા માટેના પ્રયાસોની જરૂરિયાત પર પ્રકાશ પાડયો અને ટકોર કરી કે જીવન મો કયારેય હારવું જોઈએ નહીં- કેમ કે દરેક સવાર નવી તકો લઈને આવે છે.

ત્‍યારબાદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલ-ટાઈમ સેક્રેટરી તેમજ એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ, શ્રી એચ. વી. જોટાનિયા  રાજકોટે આત્‍મહત્‍યા નિવારણ માટે કાનૂની સહાયની સુલભતાને મહત્‍વપૂર્ણ ગણાવી. તેમજ શ્રી જે. એમ, કૈલા, પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર (સાયબર ક્રાઈમ), રાજકોટ પોલીસ એ પોતાના પ્રવચનમાં આત્‍મહત્‍યાના પ્રકરણોમાં સાયબર ક્રાઈમના જોખમો તથા નિવારક પગલાં અંગે વિસ્‍તળત માર્ગદર્શન આપ્‍યું.

કાર્યક્રમના અંતે ડો. પ્રતિષ્ઠા યાદવ, કન્‍વીનર, લીગલ એઇડ ક્‍લિનિક તરફથી આભારવિધિ કરી અને મેમેન્‍ટો પ્રદાન કરવામાં આવ્‍યા.

આ કાર્યક્રમમાં મારવાડી યુનિવર્સિટી, ફેકલ્‍ટી ઓફ લો ના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી આત્‍મહત્‍યા નિવારણ અંગે જાગળતિ વધારવાના સંકલ્‍પ સાથે ભાગ લીધો હતો.

(2:08 PM IST)