<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

લોકમેળો કલેકટર તંત્રને ફળ્‍યોઃ ૭૦ લાખ આસપાસ નફોઃ મુખ્‍યમંત્રીને રપ લાખનો ચેક અર્પણ કરાયો

પાંચ દિવસમાં ૧પ લાખ નાગરિકો ઉમટી પડયાઃ વેપારીઓ-ફેરીયાઓને પ૦ કરોડનો વકરો...

રાજકોટ તા. ૧૧: રેસકોર્સના મેદાનમાં યોજાયેલા સૌરાષ્‍ટ્રનો સૌથી મોટો અને પ્રખ્‍યાત  લોકમેળો કલેક્‍ટર તંત્રને ફળ્‍યો છે. જિલ્લા કલેક્‍ટર કચેરી દ્વારા યોજાતા આ મેળામાં અંદાજે રૂ.૨.૦૭કરોડનો ખર્ચ સામે ૨.૭૨ કરોડ જેવી આવક થવા પામી છે.

જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે પત્રકારોને જણાવ્‍યું હતું કે, લોકમેળાને લઇ તંત્રને રૂ. ૭૦ લાખ જેટલી  આવક થઈ છે અને ખર્ચનો હિસાબ હવે થશે જે આશરે રૂ. ૨.૦૭ કરોડ થવાનો અંદાજ છે. જ્‍યારે વેપારીઓ,ફેરિયાઓને  આશરે ૫૦ કરોડથી વધુનો વકરો થયાનો અંદાજ છે. જ્‍યારે નાના-મોટા ફેરિયાઓ,વેપારીઓના વેચાણ,રિક્ષાભાડા સહિત આશરે રૂ&.પચાસેક કરોડ બજારમાં ફરતા થયા છે.  આ ઉપરાંત મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને કલેકટર તંત્ર દ્વારા ૨૫ લાખની રકમનો ચેક મુખ્‍યમંત્રી રાહત નિધિ માટે  અર્પણ કરવામાં આવ્‍યો હતો.

લોકમેળાના પાંચ દિવસમાં આશરે ૧૫ લાખથી વધુ નાગરિકો મેળામાં આવ્‍યાનું અને સાતમ આઠમના બે દિવસમાં ૬ લાખથી વધુ લોકો ઉમટયાનું કલેક્‍ટરે જણાવ્‍યું હતું આ સાથે રાજકોટના હરવા ફરવાના સ્‍થળોએ શહેરીજનો અને બહારગામથી આવેલા કૂલ આશરે ૨૨ લાખ લોકો રંગીલા રાજકોટમાં ટ્રાફિક જામ,ભંગાર રસ્‍તાની સમસ્‍યા વચ્‍ચે મોજમસ્‍તીથી હરી ફરીને રોજિંદી ઘટમાળમાંથી રાહત મેળવી હતી. 

(2:09 PM IST)