News of Thursday, 11th September 2025
બાળકોના તુટેલા હોઠ અને તાળવાની સર્જરી માટે રાજકોટમાં આજથી ચાર દિવસ વિનામુલ્યે કેમ્પ
મુથુટ પપ્યાચન ફાઉન્ડેશનના સહયોગથી ‘મિશન સ્માઇલ' દ્વારા ગોકુલ હોસ્પિટલ ખાતે સેવામય આયોજન : ૧૦૦ સર્જરીનો ટાર્ગેટ : પ્રથમ દિવસે સ્ક્રિનીંગ અને બાદમાં જરૂરીયાતવાળા બાળકોની સર્જરી કરાશે : નિષ્ણાંત સર્જનો અને એનેસ્થેસિયોલોજીની નિઃશુલ્ક સેવા

રાજકોટ તા. ૧૧ : મુથુટ પપ્પાચન ફાઉન્ડેશનના સહયોગથી ‘મિશન સ્માઇલ' દ્વારા રાજકોટની ગોકુલ હોસ્પિટલ ખાતે આજે તા.૧૧થી લઇને તા. ૧૪ સુધી બાળકોના તુટેલા હોઠ અને તાળવાની વિનામુલ્યે સર્જરીનો કેમ્પ યોજવામાં આવ્યો છે.
પત્રકાર પરિષદમાં વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે મિશન સ્માઈલ ૮૦-જી અને એફસીઆરએ રજીસ્ટર્ડ મેડિકલ ચેરિટી, મુથૂટ પપ્પાચન ફાઉન્ડેશન અને ગોકુલ હોસ્પિટલના સહયગોગથી આ કેમ્પમાં ગુજરાતના ૮૦ થી વધુ બાળકો અને યુવા વયસ્કોને વિના મૂલ્યે હોઠ અને તાળવાની સર્જરી કરી અપાશે. આમ તો આ સર્જરી માટે ૧૦૦નો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આજે પ્રથમ દિવસે રાજકોટની વિદ્યાનગર રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં આ તમામ દર્દીઓનું સ્ક્રીનીંગ કરાશે અને તેમાથી પસંદ થયેલ જરૂરીયાતવાળા દર્દીઓની બાદમાં સર્જરી કરી અપાશે.
આ ચાર દિવસીય કલેફટ સર્જીકલ કેમ્પ (મશન) દ્વારા સમગ્ર ભારતમાં પ્લાસ્ટિક સર્જરી, ઓરલ અને મેકિસલો ફેસિયલ સર્જરી, એનેસ્થેસિયોલોજી, બાળરોગ, દંત ચિકિત્સા અને ર્નસિંગ ક્ષેત્રની તબીબી નિષ્ણાતોની ટીમ દ્વારા ૮૦ થી વધુ કલેફ્ટ સર્જરી પ્રદાન કરશે. જો કે ૧૦૦ સર્જરી સુધીની તૈયારી રાખવામાં આવી છે.
મુથુટ પપ્પાચન ફાઉન્ડેશનએ ઓકટોબર ૨૦૧૪માં મિશન સ્માઇલની સાથેની ભાગીદારીમાં મુથુટ ફિનકોર્પ લિમિટેડ માટે ‘સ્માઈલ પ્લીઝ'નો મુખ્ય સીએસઆર કાર્યક્રમ, કોટટાયમ, કેરળ ખાતે શરૂ કર્યો અને ત્યારથી ૩૪૦૭ બાળકો અને યુવાન વયસ્કોને સલામત, કરૂણાપૂર્ણ અને સર્વગ્રાહી સંભાળ અને શષાક્રિયા પૂરી પાડવામાં મદદ કરી છે. સમગ્ર ભારતમાં મુથુટ પપ્પાચન ફાઉન્ડેશનની ભાગીદારીમાં ગુજરાતમાં આ પહેલ ૭ મી વખત યોજાઇ રહી છે.
જેમાં દર્દીઓને મફત પરિવહન, ભોજન, રહેઠાણ, તબીબી તપાસ, સર્જરી અને દવાઓ મળશે. શષાક્રિયા પછી, દર્દીઓને ઓપરેશન પછીની સારવાર પણ મફત આપવામાં આવશે. આ વ્યાપક કલેફ્ટ સર્જરી મિશનના ભાગ રૂપે, જરૂરી દર્દીઓને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ, પોષણ સહાય અને માર્ગદર્શન વગેરેની જે જરૂરીયાત હશે તે તદન મફત આપવામાં આવશે.
રાજકોટની ગોકુલ હોસ્પિટલ ખાતે આ મિશન અંતર્ગત સેવા કેમ્પનું આયોજન કર્યુ છે. ગોકુલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ૧૯૯૧ થી સમાજની સેવા કરી રહી છે. સૌરાષ્ટ્રના પ્રથમ ન્યુરોસર્જન તરીકે ડો. પ્રકાશ મોઢાએ ‘ગોકુલ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર'ના નામથી હોસ્પીટલની શરૂઆત કરી હતી. હાલ ગોકુલ હોસ્પિટલમાં ૨ યુનિટ કાર્યરત છે, એક વિદ્યાનગર રોડમાં ૭૫ બેડ સાથે અને બીજું કુવાડવા રોડમાં ૧૦૦ બેડ સાથે સંપૂર્ણ સુવિધાઓથી સજજ સઘન સંભાળ એકમો, અને મોડયુલર ઓપરેશન થિયેટરો અને વિવિધ સારવાર સેવાઓ પ્રદાન કરે છે.
કલેટ સર્જરીમાં શ્રેષ્ઠ અને સચોટ સારવાર અને શ્રેષ્ઠ પરિણામો આપવા માટે ગોકુલ હોસ્પિટલ, મિશન સ્માઈલ અને મુથુટ પપ્પાચન ફાઉન્ડેશન માટે પ્રયત્નશીલ છે.
ઉલ્લેખનીય છે કે મિશન સ્માઇલ એ રજીસ્ટર્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ છે જે કલેફટ લીપ (ફાટેલા હોઠ), કલેફટ પેલેટ(ફાટેલા તાળવા) અને ચહેરાની અન્ય વિકળતિઓ સાથે જન્મેલા બાળકોને જીવન બદલી નાખતી શષાક્રિયાઓ મફત આપવા માટે સમર્પિત છે. ૨૦૦૨ થી મિશન સ્માઇલ એ ૭૨૦૦૦ થી વધુ કલેફટ દર્દીઓને સફળ સારવાર પ્રદાન કર્યુ છે અને ૧૬૫ મિશન, ૧૮ કેન્દ્રો દ્વારા સમગ્ર ભારતમાં અમારા સમર્પિત ૫૦૦૦૦ થી વધુ બાળકો અને પુખ્ત વયના બાળકો અને કલેફટને વિના મૂલ્યે શષાક્રિયાઓ અને કલેફટનું તપાસ તથા નિદાન કરવામાં આવ્યા છે. ગુવાહાટીમાં વ્યાપક કલેફટ કેર સેન્ટર ધરાવે છે. વધુ માહિતી માટે મિશન સ્માઇલ મો ૯૦૭૩૩ ૯૭૦૦૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં પત્રકાર પરિષદને સંબોધતા ગોકુલ હોસ્પિટલના ડાયરેકટર ડો. વિશાલ મોઢા, મુથુટફાઉન્ડેશનના ડો. પ્રશાંતકુમાર નેલીકન, ડો. મનીકાંત લોઢારીયા, માર્કેટીંગ વિભાગના ઉર્મીશભાઇ વૈષ્ણવ, સીનીયર એનેસ્થેટીક ડો. મંગલ દવે, સેન્ટર હેડ ડો. વૈભવ દવે નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:16 PM IST)










