તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
ક્લબ યુવી દ્વારા સૌરાષ્ટ્રનું સૌથી મોટું નવરાત્રી મહોત્સવનું આયોજન
સતત ૧૭માં વર્ષે કલબ યુવી દ્રારા સંસ્કારી, સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રી મહોત્સવની નવા રંગ-રૂપ સાથે તૈયારીઓ :ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં ૧૨ હજાર ખૈલૈયાઓ-કલાકારોનો કાફલો રંગ જમાવશેઃ પારિવારીક માહોલમાં ટ્રાફીક મૂકત, વિશાળ પાર્કિંગ સુવિધા સાથે આકર્ષક મેઇન ગેઇટઃ મોબાઇલ એપ. દ્વારા ખેલૈયાઓનું રજીસ્ટ્રેશન ફેઇસ ડીટેકટર દ્વારા ખેલૈયાની એન્ટ્રી ફરજીયાતઃ ખૈલેયાઓ તથા દાતાઓ માટે અલગ ગેઇટ, ફુડઝોન, પાર્કિંગ, ટાઇટ સીક્યોરીટી

રાજકોટઃ શહેરમાં ક્લબ યુવી નવરાત્રી મહોત્સવનું અલગ અંદાઝથી ભવ્યાતિભવ્ય, અદભુત આયોજન કરવામાં આવે છે, ૧૬ વર્ષની સફળતા બાદ શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત 'કલબ યુવી નવરાત્રી મહોત્સવ -૨૦૨૫' ની તડામાર તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. ૧૭ માં વર્ષે ખેલૈયાઓ ટ્રેડીશ્નલ ડ્રેસમાં નવરાત્રી મહોત્સવ માણે તે માટેનું સૌરાષ્ટ્રનું સૌથી મોટું આયોજન થયું છે. શહેરમાં ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં સમગ્ર નવરાત્રી મહોત્સવ યોજાશે.
નવરાત્રીનું પારીવારીક આયોજન કરતી સંસ્થા કલબ યુવી મોખરાનું સ્થાન ધરાવે છે, રાજકોટના ન્યુ૧૫૦ ફુટ રીંગ રોડ પર કોકોનેટ પાર્ટી પ્લોટ સામે કલબ યુવી દ્વારા તા.રર-૦૯થી ૦૧-૧૦ દરમ્યાન રાજકોટના આંગણે પારીવારીક માહોલમાં યોજાનારા નવરાત્રી મહોત્સવની સમ્રગ પાટીદાર સમાજ દ્વારા એક પર્વ તરીકે ઉજવણી થશે. જગત જનની ની ઉપાસના માટે પ્રાચીન સંસ્કૃતીને ધબકતી રાખવા માટે કલબ યુવી દ્વારા સતત ૧૭ માં વર્ષે અનેરુ આયોજન થઇ રહયુ છે.
અર્વાચીન રાસોત્સવ ક્ષેત્રે સૌરાષ્ટભરમાં સૌથી મોટી નવરાત્રી આયોજન ગણાતા શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ‘કલબ યુવી' નવરાત્રી મહોત્સવ નવા રંગ રૂપ સાથે કલબ યુવી નવરાત્રી મહોત્સવની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે એડવાઈઝરી ડાયરેકટર્સ મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કનેરીયા, એમ.એમ.પટેલ, કાંતીભાઈ ઘેટીયા, બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્પેશભાઇ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા ની ટીમ સાથે ૧૫ સભ્યોની કોર કમિટીમાં દિનેશભાઈ ચાપાણી, હર્ષિતભાઈ કાવર, હરીભાઈ કલોલા, રજનીભાઈ ગોલ, અતુલભાઈ ભુત, રેનીસભાઈ માકડીયા, દિનેશભાઈ વિરમગામા, યોગેશભાઈ કાલરીયા, વસંતભાઈ કનેરીયા, ચંદ્રેશભાઈ શીરા, દિલીપભાઈ ઝાલાવડીયા, હસુભાઈ નાર, ચેતનભાઈ ભુત, કિશન સીણોજીયા, જય કડીવાર ઉપરાંત ૯૧ સભ્યની કમિટી સાથે મળીને તૈયારીઓ શરૂ થઇ ચુકી છે.
સંસ્કારી સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રી મહોત્સવની ભેટ આપનાર કલબ યુવી-૨૦૨૫ના વર્ષમાં નવા કલેવર, નવી ઉર્જા, નવી સજાવટ અને નવી ટીમ સાથે નવા મુકામ સર કરવા કાર્યરત થઇ છે. અર્વાચીન રાસોત્સવમાં નવી પરંપરાની પહેલ કરનાર કલબયુવી સતત ૧૭ માં વર્ષે સૌરાષ્ટ્રનું સૌથી મોટા નવરાત્રી મહોત્સવના આયોજન માટે આધુનીક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે સંપૂર્ણ સલામતી સાથે કોઇપણ સમાજની બહેન-દિકરી કલબ યુવીમાં ગરબા રમવા આવે ત્યારે માતા-પિતાને તેની ચિંતા રહેતી નથી આધુનીક ટેકનોલોજી ના સથવારે મોબાઈલ એપ દ્રારા તમામ ખેલૈયાઓ માટે રજીસ્ટ્રેશન શરૂ થઇ ચુક્યુ છે. નવરાત્રી દરમ્યાન ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં એન્ટર થતા સમયે ફેઈસ ડીટેકટર થકી જ એન્ટ્રી થશે. ગાઉન્ડની બહાર એકઝિટ થતા સમયે વાલીઓને મેસેજ દ્વારા જાણ થશે કલબ યુવી દ્વારા મોબાઇલ એપ. દ્રારા ખલૈયાઓનું રજીસ્ટ્રેશન, સિઝન પાસ માટે એપ સ્ટોર કે ગુગલ પે પરથી કલબ યુવી ડાઉનલોડ કરી પાસ માટે રજીસ્ટ્રેશન કરી શકશે.
નવરાત્રી મહોત્સવમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગ્રાઉન્ડ ૧,૪૦,૦૦૦ સ્કેવર કુટ મેદાનમાં ૧૨,૦૦૦ ખૈલૈયાઓ રમી શકે અને ૩૦,૦૦૦ દર્શકો વિવિધ કેટેગરીમાં બેસીને નવરાત્રીનો આનંદ માણી શકે તે માટે સમથળ મેદાનમાં ટુ લેયર કારપેટ, મહેમાનો-આમંત્રીતો માટે ખાસ ૬ ગેલેરી, સ્પોન્ટશીપ કંપની માટે રપ થી વધુ પેવોલીયન તથા દર્શકો માટે બેઠક વ્યવસ્થા, આર્કષક લાઈટીંગ ટાવર તથા ગ્રાઉન્ડની મધ્યમાં પ૦ ફુટની એલ.ઈ.ડી. થી સજજ મિકસર સ્પેસ તેમજ મેઇન સ્ટેજ ફરતે રાઉન્ડ એલ.ઈ.ડી. કિન ફોરમેટ થી સજાવટ થશે. ૨,૫૦,૦૦૦ ની હાઇટેક વીટીએક્સ લાઇન એરે સાઉન્ડ સીસ્ટમ્સ ફુડઝોન કેન્ટીન, ઇન્ટરનલ પાકશ્નગ, તથા ટાઇટ સીકયોરીટી સહીતનું પ્લાનીંગ અમલી બનાવ્યું છે.
સમગ્ર ઇવેન્ટનું લાઇવ પ્રસારણ તથા દાતાઓની પ્રોડકટને ઉજાગર કરાશે. કલબ યુવીની વેબસાઇટ યુટયુબ તથા ફેસબુક લાઈવ દ્વારા નવરાત્રીનું દુનીયાભરમાં લાઇવ પ્રસારણ થશે. ખેલૈયાઓ તથા દર્શકો માટે એબ્યુલન્સ સાથે મેડીકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવશે. કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં ચુનીંદા કલાકારો નો કાફલો સુર તાલની સુરાવલીના સથવારે ખૈલૈયાઓને ડોલાવે તેવું આયોજન કરાયું છે. જેમાં સિંગર તરીકે મયુર બુધ્ધદેવ, અક્ષિલ પાટીલ, જલ્પા સુરતી, અવનીબેન પીઠડીયા, કલબયુવી ટીમના મ્યુઝીક કોર્ડીનેટર સુરેશભાઈ જાવીયા ના માર્ગદર્શન હેઠળ કલબ યુવીના આ નવરાત્રી મહોત્સવમાં સુર તાલનું ભવ્ય સામ્રાજય સર્જી સૌને એક તાલે મે ડોલાવશે.
કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં લેડીઝ, જેન્ટસ્, ચિલ્ડ્રન પાસ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલી રહયુ છે. લેડીઝ- જેન્ટસ્ ઉમેદવાર માટે રજીસ્ટ્રેશનમાં આધારકાર્ડની નકલ અને ફોટો જોડવો, તથા વધુ વિગત માટે કલબ યુવીની આ પારીવારીક નવરાત્રી મહોત્સવ -૨૦૨૫ ખેલૈયાના કલબ યુવી કાર્યાલય નક્ષત્ર હાઇટસ્ નક્ષત્ર-૩, રૈયા ટેલીફોન એક્ષચેન્જ સામે, ૧૫૦ ફુટ રીગ રોડ (મો. ૯૪૦૮૨ ૭૧૪૫૧) પર સંપર્ક કરવા કલબ યુવીના મિડિયા કોર્ડીનેટર રજની ગોલે જણાવ્યુ છે.(૪૦.૨૩)
(2:17 PM IST)










