તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
સરગમના ગોપીરાસમાં બહેનો રાસે રમશેઃ ધમાકેદાર આયોજન
ડી.એચ.ના મેદાનમાં યોજાશે નવ દિવસીય રાસોત્સવઃ સિઝન પાસની ફી રૂા.૪૦૦ થી ૫૦૦: દરરોજ ઇનામોની વણઝાર

રાજકોટઃ સરગમ લેડિઝ કલબે ફરી આ વખતે ધૂમધમાકા સાથે ગોપી રાસોત્સવના આયોજનની જાહેરાત કરી છે. બહેનોના ગરબા માટે ફેવરિટ એવા યાજ્ઞિક રોડ ઉપર આવેલી ધર્મેન્દ્ર કોલેજ ( ડી.એચ.) ના મેદાનમાં નવ દિવસ માટે મોટી સંખ્યામાં બહેનો ઝૂમી ઉઠશે. બધે મોંઘવારીની અસર હોવા છ્તા માત્ર ટોકન ફીમાં જ સિઝન પાસ આપવામાં આવશે.
આ અંગે વિશેષ જાહેરાત કરતાં સરગમ લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા જણાવ્યુ છે કે, તા. ૨૨/૦૯/થી ૦૨/૧૦ સુધી ડી.એચ.ના મેદાનમાં સુંદર વ્યવસ્થા વચ્ચે ગોપી રાસોત્સવ યોજાશે. આ વખતે પણ સિઝન પાસ માટે ટોકન ફી રાખવામા આવી છે. સરગમ પરિવારના લેડિઝ સભ્ય હોય તેના માત્ર ૧૧ દિવસના ફક્ત ૪૦૦ રૂપિયા અને સભ્ય ન હોય તેવા બહેનોના ફક્ત ૧૧ દિવસના સીઝન પાસના ૫૦૦ રૂપિયા ફી રાખવામાં આવી છે. આ રાસોત્સવમાં સરગમ કલબના સભ્ય ન હોય તેવા રાજકોટના કોઈ પણ બહેનો ૧૫ વર્ષથી ઉપરના જોડાઈ શકે છે.
આ ગોપી રાસોત્સવના ફોર્મનું વિતરણ શરૂ થઈ ગયું છે. આ ફોર્મ આમ્રપાલી બાઈબ્રેરી - આમ્રપાલી મેઈન રોડ પોલીસ ચોકી ઉપર, મહિલા કોલેજ લાઈબ્રેરી મહિલા કોલેજ ચોક પોલીસ ચોકી ઉપર, એવરેસ્ટ લાઈબ્રેરી( શાષી મેદાન પાસે એવરેસ્ટ બિલ્ડીંગ ૧૦૧), કેનાલ રોડ સેન્ટર - દેના બેંક ની બાજુમાં કેનાલ મેઈન રોડ, સરગમ ભવન (જામટાવર રોડ જી.ટી. શેઠ હોસ્પિટલ પાસે ) અને સરગમ કલબ ઓફીસ જાગનાથ મંદિર ચોક (યાજ્ઞિક રોડ) ખાતેથી મળી શકશે અને ફોર્મ તથા ફી ત્યાં જ જમા કરાવવાના રહેશે. આ રાસોત્સવમાં રોજેરોજ ૨૦ પ્રિન્સેસ અને વેલડ્રેસ ઇનામો આપવામાં આવશે.
ડી.એચ. કોલેજના મેદાનમાં આ રાસોત્સવ માટે સુંદર બેઠક વ્યવસ્થા રાખવામા આવશે અને જડબેસલાક સિક્યુરીટી પણ ગોઠવવામાં આવશે. આ વખતે મન્સુર ત્રિવેદી પ્રસ્તુત મ્યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રા ધૂમ મચાવશે. આ સંગીત સાથે મુંબઈના સિંગર હેમંત પંડ્યા ઉપરાંત આશીફ જેરીયા, પ્રિયા જોષી, ભાવના સોની, અને નિલેષ પંડ્યા (રાજકોટ) માતાજીનાં ગરબા રજૂ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર બહેનો માટે જ યોજાતા ગોપી રાસ બહેનોમાં ઘણા લોકપ્રિય છે અને દર વખતે મોટી સંખ્યામાં બહેનો રમવા માટે આવે છે. આ રાસોત્સવ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોવાનું જણાવાયું છે.
આ રાસોત્સવને સફળ બનાવા સરગમ ક્લબનાં મૌલેશભાઈ પટેલ, સ્મિતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ ડોબરિયા, જીતુભાઈ બેનાણી, ખોડીદાસભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, રાકેશભાઈ પોપટ, ગિરધરભાઈ દોંગા, કિરીટભાઈ આદ્રોજા, જીતુભાઈ ચંદારાણા, સુરેશભાઈ નંદારાણા, યોગેશભાઈ પુજારા, બિપીનભાઈ હદવાણી, પ્રફુલભાઈ હદવાણી, દીલેશભાઈ પાબારી, સુરેશભાઇ વેકરીયા, મનીષભાઈ માડેકા, એમ.જે. સોલંકી, રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી), શૈલેશભાઈ માંકડિયા, નિખીલભાઈ પટેલ, નીરજભાઈ આર્ય, હેતલભાઈ રાજ્યગુરુ, રમેશભાઈ જીવાણી, શૈલેષભાઈ પાબારી સહયોગ મળેલ હોવાનું જણાવવાયું છે.
ગોપીરાસ રાસોત્સવના ઈનામ માટે રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી), તરફથી આપવામાં આવશે. બાન લેબ્સ કું. મૌલેશભાઈ પટેલ એન્જલ પંપ - કિરીટભાઈ આદ્રોજા ચોકોડેન તરફથી ગીફટ વાઉચર સુધીરભાઈ પંડયા, તેમજી ગોપાલ નમકીન અને ગોકુલ નમકીન તરફથી રોજની ગીફટ આપવામાં આવે છે. ઓપ્શન શો રૂમ શીલાબેન ચાંદરાણી તરફથી ગીફટ ગીરીકિન્દ્રા ફૂડસ LLP આવશે. કંપની તરફથી કીટ આપવામાં
સમ્રગ મંડપ ડેકોરેશન પરમાર કિશોર મંડપ સર્વિસવાળા મધુભાઈ પરમાર, લાઈટીંગ ડેકોરેશન પરમાર લાઈટીંગવાલા પરાગભાઈ મહેતા, સમ્રગ માઈકની વ્યવસ્થા અંબિકા સાઉન્ડ એન્ડ ડી.જે. (હિમાંશુભાઈ ચાવડા ) ની છે. ૫૦,૦૦૦ વોટસની સાઉન્ડ ફોર વે સાઉન્ડ ફોર વે સાઉન્ડ સીસ્ટમ રાખેલ છે.
ગોપિરાસમાં અદ્યતન કેન્ટીનની વ્યવસ્થા અમિતભાઈ તેમજ પાર્કીંગની વ્યવસ્થા વ્યવસ્થિત કરેલ છે જેના સ્કૂટર ના પાર્કિંગ ના ૨૦ર્/ં અને મોટર પ્રાકિંગ ના ૫૦/- રૂપિયા ચાર્જ રાખેલ છે.
આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ પરિવારના માર્ગદર્શક અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ ઉકાણી, ભરતભાઇ સોલંકી, જયસુખભાઇ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, સુરેશભાઇ દેત્રોજા, કૌશિકભાઈ વ્યાસ, મનમોહન પનારા ઉપરાંત લેડિઝ કલબના ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, જસુમતિબેન વસાણી, અલકાબેન કામદાર, છાયાબેન દવે, ગીતાબેન હીરાણી, જયશ્રીબેન વ્યાસ, કાશ્મીરાબેન નથવાણી, હેલીબેન ત્રિવેદી, જ્યોતિબેન રાજ્યગુરુ, જયશ્રીબેન સેજપાલ, શીલાબેન ચાંદ્રરાણી, ડો. અલકાબેન ધામેલિયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
(2:31 PM IST)










